Success Story: 100 વર્ષ જૂની કંપની, કરોડોમાં કમાણી; Parle-G વિશ્વનું નંબર 1 બિસ્કીટ કેવી રીતે બન્યું?
Success Story Parle-G Biscuit: બિસ્કીટનો ઉલ્લેખ થતાં જ બાળકોથી લઈને મોટાઓ સુધીના દરેકના હોઠ પર પારલે જીનું નામ સૌથી પહેલા આવી જાય છે, દરેકનું બાળપણ પારલે જી સાથે વીત્યું. ભારતમાં આજે ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ‘પારલે-જી’ વિશે ક્યારેય સાંભળ્યું ન હોય. આ એ જ બિસ્કીટ છે, જે આઝાદી પહેલાથી જ લોકોની ચાનો સાથી છે. તે બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે ખાસ છે. ચાલો જાણીએ ‘પારલે-જી’ વિશે રસપ્રદ કહાની…
પારલે જીની શરૂઆત ક્યારે થઇ?
પારલે જી બિસ્કીટનો પાયો સ્વદેશી આંદોલન દરમિયાન નંખાયો હતો. મોહનલાલ દયાલ ચોકલેટ કંપની શરૂ કરવા માંગતા હતા, પરંતુ બાદમાં તેમણે બિસ્કિટ બનાવવાનું વિચાર્યું. હકીકતમાં, 1905માં સ્વદેશી આંદોલનની શરૂઆત સાથે, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર શરૂ થયો. તે સમયે બિસ્કીટને અમીરોનો નાસ્તો માનવામાં આવતો હતો. માત્ર બ્રિટિશ સરકારના અધિકારીઓ અને દેશના રાજા-સમ્રાટો જ બિસ્કિટ ખરીદી અને ખાઈ શકતા હતા. આવી સ્થિતિમાં મોહનલાલ દયાલે સ્વદેશી બિસ્કિટ બનાવવાનું નક્કી કર્યું અને પારલે જી આખા દેશમાં લોકપ્રિય થઈ ગયું.
View this post on Instagram
કેવી રીતે પડ્યું નામ?
પારલે જીના નામ સાથે જોડાયેલી વાર્તા પણ ઘણી રસપ્રદ છે. મોહનલાલ દયાલે પારલે જી કંપની શરૂ કરવા માટે મુંબઈનો વિસ્તાર પસંદ કર્યો. તેણે વિલે પાર્લે વિસ્તારમાં બિસ્કીટની ફેક્ટરી ખોલી હતી. આ જગ્યાના નામ પરથી તેણે પોતાના બિસ્કિટનું નામ ‘પારલે’ રાખ્યું. ત્યારબાદ પારલે બિસ્કીટ ‘પારલે ગ્લુકો’ બની ગયું. તેની માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે, કંપનીએ ગ્લુકોને ગ્લુકોઝના સ્ત્રોત તરીકે દર્શાવવા માટે પારલે બિસ્કિટના નામમાં ઉમેર્યું. થોડા સમય પછી, ગ્લુકો દૂર કરવામાં આવ્યો અને ‘G’ ઉમેરવામાં આવ્યું અને તમે બધાને G નો અર્થ ખબર જ હશે. ‘પારલે જી… જી ફોર જીનિયસ.’
વિશ્વનું નંબર 1 બિસ્કીટ
2011ના એક રિપોર્ટ અનુસાર પારલે જી વિશ્વમાં સૌથી વધુ વેચાતા બિસ્કિટ છે. પારલે જી ફેક્ટરી શરૂ કરવા માટે 60 હજાર રૂપિયાની કિંમતનું મશીન જર્મનીથી આવ્યું અને 12 કર્મચારીઓની મદદથી પારલે જી બિસ્કિટ તૈયાર થયા. થોડા જ સમયમાં પારલે જી દેશમાં સૌથી વધુ ખાવતું બિસ્કીટ બની ગયું. પારલે જી બિસ્કીટ 1938 માં વિશ્વમાં રજૂ કરવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે પારલે જી માત્ર ભારતમાં જ નહીં પરંતુ ચીનમાં પણ સૌથી વધુ ખવાય છે.
View this post on Instagram
પારલે જી નેટ વર્થ
પારલે જીએ ઘણી મોટી બ્રાન્ડ્સને પાછળ છોડી દીધી છે. 2020ના રિપોર્ટ અનુસાર, પારલે જીએ છેલ્લા 2 વર્ષમાં રૂ.8000 કરોડના બિસ્કિટ વેચ્યા હતા. મોનાકો, ક્રેકજેક, મિલો અને હાઇડ એન્ડ સીક જેવા ઘણા બિસ્કીટ પારલે કંપનીના છે. ભારત ઉપરાંત પારલેજીના 6 દેશોમાં ઉત્પાદનના પ્લાન્ટ છે. આ યાદીમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના નામ સામેલ છે. ફોર્બ્સ 2022ના રિપોર્ટ અનુસાર પારલે જી કંપનીના માલિક વિજય ચૌહાણની કુલ સંપત્તિ 5.5 બિલિયન ડોલર એટલે કે 45.579 કરોડ રૂપિયા છે.
View this post on Instagram
પારલે જીની છોકરી કોણ છે?
પારલે જી બિસ્કીટના પેકેટ પર એક નાની બાળકીનો ફોટો તો તમે જાણતા જ હશો, પરંતુ શું તમે જાણો છો કે આ છોકરી ખરેખર કોણ છે? ઘણા લોકોએ દાવો કર્યો હતો કે આ છોકરી બીજું કોઈ નહીં પણ ઈન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિ છે. જોકે આ દાવો ખોટો હતો. આ એક કાલ્પનિક છોકરી છે, જેને ગ્રાફિક્સની મદદથી ડિઝાઇન કરવામાં આવી હતી.