December 22, 2024

મેડલ જીત્યા બાદ વાયરલ થયો ચીનની ખેલાડીનો વીડિયો, ઘરવાપસી બાદ કર્યું આ કામ

Zhou Yaqin: ચીનના જિમ્નાસ્ટ ઝોઉ યાકિને પેરિસ ઓલિમ્પિકમાં બેલેન્સ બીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મેડલ જીત્યા બાદ પોડિયમ પરથી તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. હવે ઝોઉ ચીન પરત ફરી ગઈ છે. હવે ફરી એક વાર તેનો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફરી એકવાર બધાનું ધ્યાન તેના પર ખેચાયું હતું.

વીડિયો વાયરલ થયો
જિમ્નેસ્ટિક્સની બેલેન્સ બીમ ઇવેન્ટના મેડલ સમારોહ દરમિયાન, પોડિયમ પર ઇટાલીના બે અને ચીનના એક એથ્લેટ હતા. ચીનના જિમ્નાસ્ટ ઝોઉ યાકિને સિલ્વર મેડલ જીત્યો હતો. બાકીના 2 ખેલાડીઓએ પોતાનો મેડલ મોં પર રાખ્યો હતો. આ સમયે ચીનના જિમ્નાસ્ટ ઝોઉ યાકિએ આ બંનેને જોયા અને પોતે પણ એવું કરવા લાગ્યા હતા. જેનો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. હવે ફરી વખત તેમનો વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો: PMની ઓલિમ્પિક વિજેતાઓ સાથે મુલાકાતની ખાસ 10 તસવીર

યકીન રેસ્ટોરન્ટમાં કરે છે કામ
પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ આની ઉજવણી કરી રહ્યા છે. પોતપોતાના દેશો પરત ફર્યા બાદ તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજૂ ઘણા ખેલાડીઓ આરામ પર છે. આ દરમિયાન ચીન પરત ફર્યા બાદ ઝોઉ યાકિન જે કરી રહ્યા છે તેણે બધાને ચોંકાવી દીધા છે. તે ચીનના હેંગયાંગ શહેરની રહેવાસી છે. ઘરે પરત ફર્યા બાદ ઉજવણી કરવાને બદલે તે પોતાના માતા-પિતાને તેમની રેસ્ટોરન્ટમાં કામ કરીને મદદ કરી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે ગ્રાહકોને ભોજન પીરસતી જોવા મળે છે. તેણે માત્ર ચીનની ઓલિમ્પિક જર્સી પહેરી છે. આ કારણે સોશિયલ મીડિયા પર ઝોઉના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Independence Day: દેશની રક્ષા માટે શપથ લેનારા 5 ક્રિકેટરો પણ હતા સેનાનો ભાગ

ઝોઉ યાકિનની કારકિર્દી
ઝોઉ યાકિન 13 વર્ષની ઉંમરથી ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે. તેણે વર્ષ 2019માં તેણે ઓલિમ્પિક હોપ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2020માં તેણે ચાઈનીઝ ઈન્ડિવિજ્યુઅલ ચેમ્પિયનશિપમાં બેલેન્સ બીમમાં ગોલ્ડ જીત્યો હતો. તો વર્ષ 2023માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ અને વર્ષ 2024 પેરિસ ઓલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો.