ધનશ્રી વર્માથી છૂટાછેડાના સમાચાર વચ્ચે Yuzvendra Chahal ફરી એક પોસ્ટ શેર કરી

Yuzvendra Chahal Social Media Post: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા 2 મહિનાથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા અલગ અલગ અફવાઓ ફેલાઈ રહી છે. તમને જણાવી દઈએ કે છૂટાછેડા કેસની અંતિમ સુનાવણી બાંદ્રા ફેમિલી કોર્ટમાં થઈ હતી. આ વચ્ચે ચહલે સોશિયલ મીડિયા પોસ્ટથી સનસનાટી મચાવી દીધી છે.
આ પણ વાંચો: સાબરડેરી દ્વારા આજે ઈડરના સદાતપુરા ગામે મિલ્ક ડેની ઉજવણી કરાઈ
અહીં બધું ગડબડ છે
યુઝવેન્દ્ર ચહલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું કે “અહીં બધું ગડબડ છે. કૃપા કરીને નમ્ર બનો.” તેનાથી અનુમાન લગાવી શકાય છે કે તેની તબિયત વ્યક્તિગત રીતે સારી નથી. આ પહેલા પણ તેણે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું કે ભગવાન હંમેશા તેની સાથે રહ્યા છે. ધનશ્રીએ 60 કરોડ રૂપિયાનું ભરણપોષણ માંગ્યું હતું . પરંતુ ધનશ્રીના પરિવારે આવા બધા દાવાઓને ખોટા ગણાવ્યા હતા.