February 2, 2025

યુવરાજ સિંહની ક્રિકેટમાં વાપસી, રમશે આ ટૂર્નામેન્ટ

Yuvraj Singh: યુવરાજ સિંહના ચાહકો તેને કોઈ પણ સંજોગમાં ભૂલી શકે તેમ નથી. ટીમ ઈન્ડિયા માટે તેને ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે. પછી તે T-20 વર્લ્ડ કપ 2007 હોય કે પછી ODI વર્લ્ડ કપ 2011 હોય આ યાદો ક્યારે પણ ભૂલી શકાય તેમ નથી. ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે યુવરાજ ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે. ત્યારે તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: કોહલીની સુરક્ષામાં ફરી ચૂક, ત્રણ ચાહકો મળવા માટે મેદાનમાં દોડી આવ્યા

આ ટુર્નામેન્ટમાં જોવા મળશે યુવરાજ
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ આવનારી 22 તારીખથી શરૂ થવાની છે. જેમાં 6 ટીમ ભાગ લેવાની છે. દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ભારત, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડની ટીમોના નિવૃત્ત ક્રિકેટરો ભાગ લેવાના છે. જેમાં ટીમ ઈન્ડિયા તરફથી તે રમવાનો છે. માસ્ટર્સ લીગના સ્થળની વાત કરવામાં આવે તો રાજકોટ અને રાયપુર, નવી મુંબઈ રાખવામાં આવ્યા છે.