હાલોલ નજીક નર્મદા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું, શોધખોળ દરમિયાન ફાયર વિભાગની બોટ ઉંધી પડી

પંચમહાલ: હાલોલ નજીક નર્મદા કેનાલમાં યુવકે ઝંપલાવતા સ્થાનિક લોકોએ ફાયર ફાયરને જાણ કરી હતી. ધટનાની જાણ થતા જ ફાયર ફાયર સ્થળ પર પહોંચી યુવાનને શોધવા તજવીજ હાથ ધરી હતી. ફાયર વિભાગ દ્વારા શોધ કરતા તેમની બોટ અચાનક ઉંધી પડી હતી. લાઇફ જેકેટ અને તરતા આવડતું હોવાથી બોટને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી.
યુવકે પોતાની બાઇક અને મોબાઈલ કેનાલ પર મુકીને ઝંપલાવ્યું હતું. યુવક દ્વારા એક પત્ર પણ લખીને તેમાં પોતાનું મારવાનું લોકેશન પણ દર્શાવ્યું હતું. જોકે આ પત્રમાં યુવકે મરવાનું કોઈ ચોક્કસ કારણ દર્શાવ્યું નથી. પોતાના મર્યા પછી કોઈને હેરાન ન કરવા ઉલ્લેખ કર્યો હતો. હાલ ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ ચાલુ છે.