March 18, 2025

જામફળના પાનનો આ રીતે કરો ઉપયોગ, વાળ ખરતા થઈ જશે બંધ

Guava Leaves For Hair Fall Control: આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. વાળને ખરતા અટકાવવા માટે લોકો અલગ અલગ પ્રકારનો ઉપાય કરે છે. ત્યારે અમે તમારા માટે જામફળના પાનનો ઉપયોગ લઈને આવ્યા છીએ. જેની મદદથી તમારા વાળ ખરવાનું બંધ થઈ જશે.

આ પણ વાંચો: IPL 2025 પહેલા BCCIએ બધા કેપ્ટનોની બોલાવી બેઠક, જાણો કારણ

વાળ ખરવા માટે જામફળનું પાણી
વાળ ખરવાની સમસ્યા આજે મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. વાળને ખરતા અટકાવવા માટે તમારે જામફળના પાનનું પાણી વાપરી શકો છો. વાળ પ્રમાણે પાન લો અને તેને પાણીમાં ઉકાળી દો. આ પાણીને તમારે ઠંડુ કરવાનું રહેશે. તમે તેને કન્ડિશનરની જેમ લગાવી શકો છો.અઠવાડિયામાં 2-3 વાર જામફળના પાનના પાણીથી વાળ ધોવાનું રાખો. જામફળના પાનનું તેલ બનાવી શકો છો. આ માટે જામફળના પાનને ધોઈને સૂકવી લો અને પછી તેને નારિયેળ તેલમાં ઉકાળો. તમારા વાળમાં લગાવો અને 1-2 કલાક સુધી રાખો. અઠવાડિયામાં 2-3 વાર વાળમાં જામફળના પાનનું તેલ લગાવવાથી વાળ ખરવાનું ઓછું થશે.