સમય પહેલા સફેદ થતા વાળને આ હેર પેકથી રોકો, ઘરે જ બની જશે

Hair Pack: આજના સમયમાં સમય પહેલા વાળ સફેદ થવા લાગે છે. એટલે કે ઉંમર નાની હોવા છતા વાળ સફેદ થઈ જાય છે. બાળકોથી લઈને યુવાનોમાં પણ સફેદ વાળ જોવા મળે છે. તેની પાછળના ઘણા બધા કારણો છે. ત્યારે અમે તમારે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે હેર પેકની માહિતી લઈને આવ્યા છીએ. આવો જાણીએ.

આ પણ વાંચો: નિરજ ચોપરા લેફ્ટનન્ટ કર્નલ બન્યા પછી તેમને કેટલો પગાર મળશે?

આમળા અને મેથીના દાણાનો હેર પેક
સૌથી પહેલા તમારે આમળાનો પાવડર લેવાનો રહેશે. તેમાં તમારે મેથી પાવડર અને કોઈ પણ તેલ નાંખવાનું રહેશે. આ પછી તમારે તેને ગરમ કરી લેવાનું રહેશે. આ મિશ્રણને ઠંડુ થઈ જાય પછી તમારે તેને કાચની બોટલમાં ભરી લેવાનું રહેશે. આમળા અને મેથીના દાણામાં રહેલા તત્વો તમારા વાળની દરેક સમસ્યાને દૂર કરશે. વાળ ખરતા બંધ થઈ જશે અને તમારા વાળને પોષણ આપવામાં અસરકારક સાબિત થશે.