June 27, 2024

તમારો ચહેરો ઈદના ચાંદની જેમ ચમકશે, બસ આટલું કરો

Instant Skin Glow: શું તમારો ચહેરો ઉનાળાના કારણે ઝાંખો પડી ગયો છે. જો હા તો તમારા માટે અમે ફેસ પેક લઈને આવ્યા છીએ કે જે તમારા ચહેરાને ચમક આપશે. જો તમે તમારી ત્વચાને ચમકદાર બનાવવા માંગો છો તો તમે આ ઘરેલું ઉપાયો કરી શકો છો.

હળદર-ચંદનનો ફેસ પેક
તમારા ચહેરાની ચમક માટે તમે હળદર-ચંદનનો ફેસ પેક લગાવી શકો છો. એક બાઉલમાં ચંદન પાવડર અને ગુલાબજળ અને હળદરને મિક્સ કરો. આ પેસ્ટ તમારા ચહેરા લગાવીને 10 મિનિટ રાખો. આ અઠવાડિયામાં રોજ લગાવો છો તો ચોક્કસ તમારા ચહેરાની ચમક વધી શકે છે.

દહીં-ચણાના લોટનો ફેસ પેક
દહીં અને ચણાના લોટ તમારી ત્વચાને સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. દહીં અને ચણાના લોટનો ફેસ પેક બનાવી સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ 10 મિનિટ સુધી લગાવી શકો છો. તે પછી ઠંડા પાણીથી તમારા ચહેરાને ધોઈ લો.

આ પણ વાંચો: શું તમે ઉનાળામાં દરરોજ કોલ્ડ ડ્રિંક પીઓ છો? તો થઈ શકે છે આ બીમારી

એલોવેરા-મધ ફેસ પેક
એલોવેરા અને મધ બંને તમારી ત્વચા માટે ખુબ ફાયદાકારક થઈ શકે છે. એલોવેરા-હની ફેસ પેક બનાવીને એલોવેરા જેલ અને તેમાં મધ નાંખીને મિક્સ કરો. આ પેસ્ટને તમારે 10 મિનિટ સુધી ચહેરા પર રાખવાની છે. અઠવાડિયામાં આવું રોજ કરવાથી તમને ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો જોવા મળશે.