November 24, 2024

WhatsApp લાવ્યું મોટું સિક્યોરિટી ફીચર!

અમદાવાદ: તમે સૌથી વધારે કંઈ એપનો ઉપયોગ કરો છો? જો તમે વોટ્સએપનો ઉપયોગ વધારે કરો છો તો તમારા માટે કંપની લાવી રહી છે મોટું સિક્યોરિટી ફીચર. વોટ્સએપે અત્યાર સુધી પોતાના યુઝર્સને અનેક પ્રકારની પ્રાઈવસી અને સિક્યોરિટી ફીચર્સ આપ્યા છે. ફરી એક વાર WhatsApp ટૂંક સમયમાં કરોડો લોકો માટે એક નવું સિક્યોરિટી ફીચર લાવી રહી છે. જેના કારણે ઝર્સને પ્રાઈવસીમાં મદદ મળી રહશે.

નવું ફીચર આપ્યું
WhatsApp નવું સુરક્ષા ફીચર આવી રહ્યું છે. વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ ચેટિંગ, વોઇસ કૉલિંગ તેમજ વીડિયો કૉલિંગ માટે કરે છે. જો કે મહત્વની વાત એ છે કે વોટ્સએપ યુઝર્સ માટે સમયાંતરે નવા સુરક્ષા ફીચર્સ લાવે છે. હવે કંપનીએ યુઝર્સને વધુ એક નવું ફીચર લાવી રહી છે. ગોપનીયતા અને સલામતી રાખવા માટે ઘણી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે. આ સુવિધા થકી યુઝર્સ એ જાણી શકશે કે તેમની ચેટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે કે નહીં.

આ ફીચર લોન્ચ
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ ફીચર 2016માં જ આવી ગયું હતું. અત્યાર સુધી યુઝર્સને ખબર ન હતી કે તેમની ચેટ કે કોલ એન્ક્રિપ્ટેડ છે કે નહીં. હવે યુઝર્સને આ વિશે પણ માહિતી મળશે. Wabetainfo દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી. આ ફીચર આવતાની સાથે યુઝર્સ કોઈપણ ટેન્શન વગર ચેટિંગ અને વોઈસ કોલિંગ કરી શકાશે. હાલમાં આ સુવિધા બીટા વપરાશકર્તાઓ માટે જ આપવામાં આવી છે. જો તમે પણ આ વર્ઝનનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે WhatsAppનું બીટા વર્ઝન ઇન્સ્ટોલ કરવાનો રહેશે.