Olympics 2024 લાઈવ એપ પર તમે જોઈ શકો છો
Olympics 2024 Live Streaming: ઓલિમ્પિક્સ 2024 26 જુલાઈથી પેરિસમાં શરૂ થવાની છે. ભારતમાં 117 એથ્લેટ ઓલિમ્પિકમાં ભાગ લેવાના છે. આ વખતે ભારત મેડલની બાબતમાં ડબલ ફિગર પાર કરે તેવી અપેક્ષા છે. આ વખતે ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં થઈ રહ્યું છે. ઓલિમ્પિક 2024માં 206 રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓના 10,000 થી વધુ રમતવીરો ભાગ લેવાના છે.
ડબલ ફિગરથી આગળ વધારવાનું લક્ષ્ય
ભારત આ વખતે ઓલિમ્પિક ગેમ્સ માટે સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહ્યું છે. આ વખતે ભારતમાંથી કુલ 117 એથ્લેટ ભાગ લેવાના છે. ગયા વખતની વાત કરવામાં આવે તો ભારતે 7 મેડલ જીત્યા છે. ત્યારે આ વખતે ભારત તેના રેકોર્ડને વધુ સુધારવાનું અને મેડલની સંખ્યાને ડબલ ફિગરથી આગળ વધારવાનું લક્ષ્ય ચોક્કસ રાખશે. જેમાં સૌથી વધારે નજર શૂટિંગમાં મનુ ભાકર, પીવી સિંધુ, નીરજ ચોપરા, બેડમિન્ટનમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી અને વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ પર રહેશે.
આ પણ વાંચો: Paris Olympics 2024 પહેલા ફ્રાન્સમાં રેલ લાઇન પર હુમલો
ઓલિમ્પિક 2024માં ભારતની ઈવેન્ટ્સ ક્યારે શરૂ થશે?
પેરિસ ઓલિમ્પિક માટે ભારતની ઈવેન્ટ્સની શરૂઆત શુક્રવારે 25 જુલાઈના રોજ તીરંદાજી રેન્કિંગ રાઉન્ડથી શરૂ થઈ ગઈ છે. ઉદઘાટન સમારોહ 26 જુલાઇ શુક્રવારના આજે કરવામાં આવશે.
પેરિસ ઓલિમ્પિક 2024 ક્યાં યોજાશે?
પેરિસ ઓલિમ્પિક્સ 2024 પેરિસ, ફ્રાન્સમાં અને ફ્રેંચ પ્રદેશોમાં ફેલાયેલા 33 વિવિધ સ્થળોએ રમાશે.
ઓલિમ્પિક 2024 ક્યારે રમાશે?
ઓલિમ્પિક 2024 આજથી શરૂ થશે. ઓલિમ્પિક 2024નો છેલ્લો દિવસ 11 ઓગસ્ટના છે.
કઈ ટીવી ચેનલો પેરિસ ઓલિમ્પિક્સ 2024નું પ્રસારણ કરશે?
પેરિસ ઓલિમ્પિક્સ 2024 સ્પોર્ટ્સ 18 અને વાયાકોમ 18 નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. આ સાથે તમે અમારી વેબસાઈટ https://newscapital.com/ પર તમામ માહિતી મેળવી શકો છો.