July 4, 2024

યસ બેંકના શેરમાં તેજીનો સિલસિલો યથાવત, આજે 8 ટકા વધ્યો

નવી દિલ્હી: એક સમયે ડુબવાની કગાર પર પહોંચનારી યસ બેંક એક વખત ફરી તેજી સાથે આગળ વધી રહ્યો છે. જે લોકોને માલામાલ કરી રહ્યો છે. યસ બેંકના શેરમાં તેજીનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. આ સપ્તાહના ચોથા કારોબારી દિવસમાં યસ બેંકે તેજીથી શરૂઆત કરી છે.યસ બેંકે ગુરૂવારે 8 ટકાથી વધારા સાથે 32.74 રુપિયા પર પહોંચ્યો છે. યસ બેંકના શેરમાં છેલ્લા 3 દિવસમાં 40 ટકાનો વધારો આવ્યો છે. માર્કેટના એક્સપર્ટ લોકો અનુસાર યસ બેંકના શેર 45 રુપિયા સુધી જઈ શકે છે. આ સાથે જ યસ બેંક પોતાની નવી હાઈ લેવલ સુધી પહોંચી શકે છે. મહત્વનું છેકે, આ બેંકના શેરનું લો લેવલ 14.10 રુપિયા રહ્યું છે.

એક નિર્ણય અને રોકેટ બન્યો શેર 
HDFC બેંકે યસ બેંકમાં ભાગીદારી કરવાની ડિલ કરી છે. મહત્વનું છેકે, સોમવારે ભારતીય રિઝર્વ બેંકે 9.5 ટકાનો ભાગ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. જે બાદ આ બેંકના શેર રેકોર્ડની સ્પીડથી ચાલી રહ્યા છે. શેરમાં ચાલી રહેલી તેજીની વચ્ચે યસ બેંક માર્કેટ કૈપિટલાઈજેશમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેની કુલ બજાર વેલ્યુ વધીને 80,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ચુકી છે.

એક્સપર્ટ પણ ડીલને લઈને છે પોઝિટિવ
કારોબારી સત્રના સમયે કેટલાક સમય બાદ ફરી આ બેંકના શેર પડી રહ્યા હતા. 3 ટકાના ઘટાડા સાથે 30.70 પૈસા પર કારોબાર કરી રહ્યો હતો. આ સાથે જ વર્ષમાં આ બેંકિંગ સ્ટોકનું પર્ફોર્મસ પર એક નજર કરીએ તો આ સમયમાં રોકાણકારો રોકાણ કરેલી રકમ લગભગ બમણી થઈ ચૂકી છે. યસ બેંકના શેરની હાલની તેજી એચડીએફસી બેંક સાથે કરવામાં આવેલી ડીલનું આ પરિણામ છે.