પીળા રંગની બાંધણી પાઘડી, સફેદ કુર્તા-પાયજામા… પીએમ મોદી પ્રજાસત્તાક દિવસે નવા લુકમાં જોવા મળ્યા
દેશ આજે 75મો ગણતંત્ર દિવસ ધામધૂમથી ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેઓ આજે સવારે દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ ગયા હતા, જ્યાં તેમણે દેશ માટે જીવ ગુમાવનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ વોર મેમોરિયલ પર હાજર રહ્યા હતા. આ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીના લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.
#WATCH | PM Narendra Modi arrives at the National War Memorial to pay homage to those who laid down their lives in the service of the nation pic.twitter.com/owpFbuxyvh
— ANI (@ANI) January 26, 2024
પીએમ મોદી બાંધણી પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. આ પાઘડી અનેક રંગોથી બનેલી છે અને તેની લંબાઈ પણ ઘણી લાંબી છે. પીએમની પાઘડીનો રંગ મુખ્યત્વે પીળો છે અને આ રંગ ભગવાન રામ સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે. પીએમ મોદીએ પાઘડી સિવાય પરંપરાગત કુર્તા અને ચૂરીદાર પાયજામા પહેરીને પહોંચ્યા હતા. તેમના કુર્તા અને પાયજામાનો રંગ સફેદ છે અને તેની ઉપર તેમણે બ્રાઉન જેકેટ પહેર્યું છે. પીએમે કાળા જૂતા પણ પહેર્યા હતા.
ગયા વર્ષે તેમણે શું પહેર્યું હતું ?
વડાપ્રધાન પદ સંભાળ્યા બાદથી પીએમ મોદી માથા પર પાઘડી પહેરીને ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેવા આવતા રહ્યા છે. ગયા વર્ષે, પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાની જોધપુરી પચરંગી મોથડા સાફા પહેરીને 74માં ગણતંત્ર દિવસના અવસર પર પહોંચ્યા હતા. સાફાના કપડામાં બહુરંગી લહેરિયા પર ક્રોસ સ્ટ્રાઇપ્સની ડિઝાઇન હતી. પાઘડીના માથા પરના ગણોમાંથી એક પીછા બનાવવામાં આવ્યું હતું. આ પાઘડી પણ આ સમયની પાઘડીની જેમ નીચે લટકતી હતી, જે મોથડા તરીકે ઓળખાય છે.
ફ્રાન્સની સૈન્ય ટુકડી પરેડમાં ભાગ લેશે
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ‘દેશના તમામ પરિવારજનોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિંદ !’ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. ફ્રાન્સની સૈન્ય ટુકડીએ પણ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સૈન્ય ક્ષમતા અને સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો પાસેથી આઝાદી મળી હતી, પરંતુ 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. આ દિવસે દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું.