January 3, 2025

Year Ender 2024: આ વર્ષે મહિલાઓ માટે સરકારે શરૂ કરી ફાયદાકારક સ્કિમ, જાણો માહિતી

Year Ender 2024: સમયને ઘડિયાળની જરૂર નથી અને રેતીની જેમ સરકી જાય છે. વર્ષ 2024 પુર્ણ થવાના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. સરકાર આ વર્ષના મહિલાઓ માટે ઘણી યોજનાઓ લઈને આવી છે. જેની માહિતીથી મહિલાઓને આર્થિક મદદ મળી રહે છે. આવો જાણીએ સરકાર આ વર્ષના મહિલાઓ માટે કંઈ કંઈ યોજનાઓ લાવી છે.

મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના
આ યોજના આ વર્ષેના દિલ્હી સરકાર દ્વારા શરૂ કરાઈ છે. આ પહેલા દિલ્હી સરકારે દર મહિને 1000 રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. જેને વધારીને હવે 2100 રૂપિયા રકમ કરી દેવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છે કે દિલ્હીની ચૂંટણી બાદ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે.

વીમા સખી યોજના
વડાપ્રધાન મોદીએ હાલમાં જ હરિયાણાથી વીમા સખી યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવાનો છે. જે મહિલાઓ આ યોજનાનો લાભ લે છે તેને વીમા સખી કહેવામાં આવે છે. આ વીમા સખીઓ તેમના વિસ્તારમાં મહિલાઓને વીમો મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. આ યોજનાનો લાભ 10મી પાસ મહિલાઓ માટે છે. જેની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચેની છે. આ યોજનાની તાલીમ 3 વર્ષ સુધી આપવામાં આવે છે. તાલીમ મળ્યા પછી મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: આ વર્ષે લોકોએ એલેક્સાને કેવા સવાલ કર્યા? આ રહ્યું લીસ્ટ

સુભદ્રા યોજના
વડાપ્રધાન મોદીના જન્મદિવસ હતો તે સમયે આ સુભદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. રાજ્યની મહિલાઓને એક વર્ષમાં 2 હપ્તાના રૂપમાં 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં 60 વર્ષની મહિલાઓ લાભ લઈ શકે છે. આર્થિક રીતે નબળી મહિલાઓને લાભ મળી રહેશે.