વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર, ભારતને ઝટકો
Passport: હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદી જાહેર કરી છે. આ યાદી પહેલા ક્વાર્ટર માટે છે. હેનલી વિશ્વના તમામ 199 દેશોને ક્રમ આપે છે, જે તેના પાસપોર્ટ પર કેટલા દેશોમાં નાગરિકોને વિઝા-મુક્ત મુસાફરી કરવાની મંજૂરી આપે છે તેના આધારે નક્કી થાય છે.
આ વખતે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) તરફથી મળેલા ડેટાના આધારે તૈયાર કરાયેલી યાદીમાં ભારતનું રેન્કિંગ પણ 5 પોઇન્ટ ઘટ્યું છે. ભારત આ યાદીમાં ૮૫મા સ્થાને આવ્યું છે, જ્યારે ગયા વર્ષે ભારતનો ક્રમ ૮૦મો હતો. ભારતીય પાસપોર્ટ ધરાવતા લોકો 57 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મેળવી શકે છે. આ વખતે સિંગાપોર યાદીમાં ટોચ પર છે. અમેરિકા ટોચના 5 દેશોમાંથી બહાર થઈ ગયું છે. પાકિસ્તાનનો પાસપોર્ટ સૌથી ખરાબ છે.
વિશ્વના ટોચના 5 શક્તિશાળી પાસપોર્ટ
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદીમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે. સિંગાપોર પાસપોર્ટ સાથે લોકો વિઝા વિના 195 દેશોમાં મુસાફરી કરી શકે છે. બીજા સ્થાને જાપાન છે, જેના પાસપોર્ટથી લોકો 193 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. ત્રીજા નંબરે ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને સ્પેન છે, જેમના પાસપોર્ટ પર લોકો 192 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.
U.S. Drops To No. 9 In World’s Most Powerful Passport Indexhttps://t.co/5EAMIsgZSl pic.twitter.com/LcTVkg5rN6
— Forbes (@Forbes) January 8, 2025
ચોથા સ્થાને ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન અને લક્ઝમબર્ગ આવે છે, જેમના નાગરિકો 191 દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મેળવી શકે છે. પાંચમા ક્રમે બેલ્જિયમ, પોર્ટુગલ, બ્રિટન, સ્વિટ્ઝર્લૅન્ડ અને ન્યુઝીલેન્ડ છે, જેમના પાસપોર્ટ પર ૧૯૦ દેશોમાં વિઝા ફ્રી પ્રવેશ મળે છે. અમેરિકા 9મા નંબરે છે, કારણ કે આ દેશના પાસપોર્ટથી લોકો 186 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરી શકે છે.
આ પણ વાંચો: હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસ: કેનેડા સરકારને મોટો ઝટકો, 4 આરોપીઓને મળ્યા જામીન
જો આપણે વિશ્વના સૌથી ખરાબ પાસપોર્ટની વાત કરીએ તો, અફઘાનિસ્તાન 106મા ક્રમે, સીરિયા 105મા ક્રમે, ઇરાક 104મા ક્રમે, પાકિસ્તાન અને યમન 103મા ક્રમે, સોમાલિયા 102મા ક્રમે અને નેપાળ 101મા ક્રમે છે. જો આપણે આ યાદી પર નજર કરીએ તો આ એ જ દેશો છે જે છેલ્લા કેટલાક સમયથી યુદ્ધની ઝપેટમાં છે અને પાકિસ્તાન આતંકવાદ, ડ્રગ્સની દાણચોરી અને ગરીબી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.