July 2, 2024

ઓસ્ટ્રેલિયાની ટીમમાં 15 મહિના પછી આ ખેલાડીની વાપસી

Test Series: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે તમામ ટીમો સખત મહેનત કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલની જો વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડની ટીમ WTCના પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર છે. બીજા સ્થાનની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને છે. ત્યારે હવે આ બન્ને વચ્ચે મેચનું આયોજન થવાનું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણી માટે 14 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે.

15 મહિના પછી વાપસી
અનુભવી અને ઝડપી બોલર માઈકલ નેસરને 29 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં શરૂ થનારી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ એ જ ટીમની જાહેરાત કરી છે જે ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી પરંતુ એક જ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બોલર માઈકલ નેસરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, માઈકલ નેસર, મેથ્યુ રેનશો, સ્ટીવ સ્મિથ (વિસ) કેપ્ટન), મિશેલ સ્ટાર્ક આ તમામ ન્યૂઝીલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ છે.

આ પણ વાંચો:  આ ખેલાડી કેપ્ટન બનતાની સાથે જ કોવિડ-19થી થયો સંક્રમિત

ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વખત ફાઇનલમાં
ટીમ ઈન્ડિયા માટે અંડર 19 ફાઈનલ સુધીનો પ્રવાસ ખુબ સારો રહ્યો હતો. તો બીજી બાજૂ ઓસ્ટ્રેલિયાની સ્થિતિ પણ આવી જ જોવા મળી હતી. ત્યારે હવે બન્ને ટીમ ફાઈનલમાં જોવા મળશે. ભારતની સિનિયર મેન્સ ટીમને WTC અને ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવી દીધી હતી અને બંને ટૂર્નામેન્ટમાં જીત મેળવી હતી. ત્યારે ક્રિકેટ ચાહકોને ઘણી આશા છે કે તેઓ આ વખતે ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત મેળવે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો દબદબો એવો રહ્યો છે કે ચાહકો તેમની પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે.

આ પણ વાંચો:  IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે?