November 27, 2024

કાર-રિક્ષા બાદ બાઈક પણ હવે CNG, માર્કેટમાં ચેન્જ આવશે એ નક્કી

CNG Bike: ભારતની પ્રથમ CNG બાઇકના લોન્ચ સાથે, બજાજે એક નવું સેગમેન્ટ બનાવ્યું છે. અત્યાર સુધી લોકો CNG 3-વ્હીલર અને 4-વ્હીલર ચલાવતા હતા, પરંતુ હવે ટૂંક સમયમાં જ બજાજની બાઇકનું વેચાણ બજારમાં શરૂ થવા જઇ રહ્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર હોન્ડા કંપની ભારતમાં પણ તેનું CNG સ્કૂટર લાવવાની તૈયારી કરી રહી છે. હોન્ડા આવતા વર્ષે ઓટો એક્સપોમાં તેના નવા CNG ટુ-વ્હીલરની જાહેરાત કરી શકે છે. પરંતુ નવું મોડલ બાઇક હશે કે સ્કૂટર તે અંગે કોઇ માહિતી નથી. જ્યારે સૂત્રો સૂચવે છે કે એક્ટિવા CNG ટાંકી સાથે ઓફર કરી શકાય છે. આશા છે કે હોન્ડા તરફથી આગામી થોડા દિવસોમાં આ વિષયમાં કોઈ મોટી ચોખવટ કરી શકે છે. માત્ર હોન્ડા જ નહીં પરંતુ અન્ય ટુ-વ્હીલર કંપનીઓ પણ આ સેગમેન્ટ પર ફોકસ કરી શકે છે.

નવું સેગમેન્ટ શરૂ થશે
બજાજની સીએનજી બાઇકના આગમન બાદ હવે અન્ય ટુ-વ્હીલર કંપનીઓ પણ આ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી શકે છે. તે એક મોટું બજાર છે અને તેમાં ઘણી સંભાવનાઓ છે. બજાજ ઓટો હમણાં જ શરૂ થઈ છે, આ એક માસ સેગમેન્ટ છે. દર મહિનાનો વેચાણ અહેવાલ એ પણ દર્શાવે છે કે પછી ભલે તે એન્ટ્રી લેવલની બાઇક હોય કે સ્કૂટર…પણ ઓટો માર્કેટના લોકો એવું માને છે કે, કંઈક નવું વાહન માર્કેટમાં આવ્યું છે. આવી સ્થિતિમાં, કંપનીઓ એન્ટ્રી લેવલ સીએનજી ટુ-વ્હીલર લોન્ચ કરીને આ સેગમેન્ટને નોંધપાત્ર રીતે વિસ્તારી શકે છે.ભારતમાં સસ્તી બાઇક અને સ્કૂટર સૌથી વધુ વેચાય છે. હીરો, હોન્ડા અને ટીવીએસ એક મહિનામાં બજારમાં 9-10 લાખ વાહનોનું વેચાણ કરે છે.

આ પણ વાંચો: પાણી ભરાયાં હોય ત્યાં કારમાં જવાનું થાય તો આટલી કાળજી રાખવી અનિવાર્ય

નવા મોડલ આવશે
બજાજે જે રીતે સસ્તી સીએનજી લોન્ચ કરીને સામાન્ય માણસને ટાર્ગેટ કર્યો છે તે જોતા ટૂંક સમયમાં નવા મોડલ માર્કેટમાં આવી શકે છે. TVS, SUZUKI અને Yamaha પણ ટૂંક સમયમાં તેમના CNG ટુ-વ્હીલરની જાહેરાત કરી શકે છે. પરંતુ તેમના પ્રોડક્શન મોડલ ક્યારે બજારમાં આવશે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. જો ફ્રીડમ 125 CNG બાઈક માર્કેટમાં સફળ થાય છે તો કંપની ટૂંક સમયમાં નવા CNG મોડલની જાહેરાત કરી શકે છે. હાલમાં કંપનીનું સંપૂર્ણ ફોકસ નવી CNG બાઇક પર છે.