ખેલમહાકુંભમાં કડીયાદરાની દિવ્યાંગ દિકરીનો ડંકો, 100 અને 50 મીટર દોડમાં પલકે માર્યું મેદાન

Khel Mahakumbh: ખેલમહાકુંભ 3.0 જીલ્લાકક્ષાની એથ્લેટીક્સ ટુર્નામેન્ટમાં હિમતનગર ખાતે યોજાઈ હતી. જેમાં ઈડર તાલુકાના કડીયાદરા જે. એમ. તન્ના હાઈસ્કુલની ખેલાડીએ ભાગ લીધો હતો. દિવ્યાંગ ખેલાડીઓની સ્પર્ધામાં પલક સંજયભાઈ નિનામાએ 100 મીટર દોડમાં પ્રથમ નંબર અને 50 મીટરની દોડમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે.
આ પણ વાંચો: સ્વિગીથી ખાવાનું મંગાવવું હવે મોંઘું પડશે, આ છે કારણ
જે બદલ શાળા પરીવાર તેમજ શ્રી કડીયાદરા કેળવણી મંડળ અને શાળાના આચાર્ય દિયકભાઈ ચૌધરી અને એથ્લેટિક્સ રમતના ટ્રેનર કમલેશભાઈ રાઠવાએ ખુબખુબ અભિનંદન પાઠવ્યા હતા.