મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે રમાશે ફાઇનલ મેચ?

Women’s T20 World Cup Final: મહિલા ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતા વર્ષે 5 જુલાઈએ રમાવાની છે. આ મેચ લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ICC તરફથી આ વિશે માહિતી આપવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં 12 ટીમ ભાગ લેશે અને ટોટલ 33 મેચ રમાશે. આ આ ટુર્નામેન્ટ 12 જૂનથી શરૂ થશે.

આ પણ વાંચો: IPL 2025: પંજાબની જીતે આ 2 ટીમનું ટેન્શન વધ્યું, પ્લેઓફ ટિકિટ હવે આ ટીમની જોખમમાં

T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025માંથી પસંદ
બાકીની મેચો ઓવલ, હેમ્પશાયર બાઉલ, ઓલ્ડ ટ્રેફોર્ડ, હેડિંગલી, એજબેસ્ટન અને બ્રિસ્ટોલ કાઉન્ટી ગ્રાઉન્ડ પર રમાશે. બધી ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે અને ત્યારબાદ નોકઆઉટ મેચો રમાશે. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, સહિત આઠ ટીમો અત્યાર સુધીમાં ક્વોલિફાય થઈ ચૂકી છે. બાકીની ચાર ટીમો ICC મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર 2025માંથી પસંદ કરવામાં આવશે.