December 22, 2024

ભારતની મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ જીત્યો, બાંગ્લાદેશને 41 રને હરાવીને લીધો બદલો

Women U19 Asia Cup 2024: અંડર-19 એશિયા કપ 2024ની ફાઇનલમાં મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. ગોંગડી ત્રિશાએ શાનદાર અડધી સદી ફટકારી છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને ટાઈટલ જીતવામાં સફળતા મળી છે.

પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય
બાંગ્લાદેશની કેપ્ટન સુમૈયા અખ્તરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ 117 રન બનાવ્યા હતા. ગોંગડી ત્રિશાએ અડધી સદી ફટકારી હતી. બાંગ્લાદેશની મહિલા ટીમ ઓનલી 76 રન બનાવવામાં સફળ રહી હતી. બાંગ્લાદેશની મહિલા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. ફહમિદા ચોયા (18 રન) અને ઝુરિયા ફિરદૌસ (22 રન) બનાવ્યા હતા. આ બંને ખેલાડી એવા રહ્યા હતા કે જેણે આ આંકડો સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા રાહુલ થયો ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયાને મોટો ફટકો

ત્રિશાએ અડધી સદી ફટકારી
ગોંગડી ત્રિશા ટીમ ઈન્ડિયા તરફથી રમી રહી છે. તેની ઉંમર માત્ર 19 વર્ષની છે. તેણે 47 બોલમાં 52 રનની ઇનિંગ રમી જેમાં 5 ફોર અને 2 સિક્સ રમી હતી. તેના શાનદાર પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. મિથિલા વિનોદે 17 રન તો આયુષી શુક્લાએ 10 રન બનાવ્યા છે. એવું કહીએ તો પણ ખોટું નથી કે ટીમ ઈન્ડિયા 100 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી છે.