May 19, 2024

મહિલા T20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલ જાહેર

Women’s T20 World Cup 2024: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024નું શેડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ દ્વારા આયોજિત થનારી આ ટુર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થવાની છે.

શેડ્યૂલ જાહેર કર્યું
મહિલા T20 વર્લ્ડ કપ 2024ના શેડ્યૂલની જાહેરાત કરી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશની યજમાનીમાં રમાશે. આ વખતે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમ હશે. જેમાંથી ફાઈનલ સહિત કુલ 23 મેચો 19 દિવસમાં રમાશે. તમામ 10 ટીમોને બે ગ્રુપમાં વહેચી દેવામાં આવશે. દરેક ટીમે દરેક ગ્રુપમાં 4-4 મેચ રમશે. ત્યારબાદ દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ત્યારબાદ ચારેય ટીમો વચ્ચે પ્લેઓફનો જંગ ખેલાશે.

સમયપત્રકની જાહેરાત
મહિલા ટી20 વર્લ્ડ કપ 2024 3 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. ટૂર્નામેન્ટની તમામ મેચ ઢાકા અને સિલ્હેટમાં આ મેચ રમાવાની છે. સેમી ફાઈનલ મેચ 17 અને 18 ઓક્ટોબરના રમાશે. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ક્વોલિફાયર 1 ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે. T20 વર્લ્ડ કપ 2024 ના જૂથોની વાત કરવામાં આવે તો ગ્રુપ A: ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, ક્વોલિફાયર 1, ગ્રુપ B: દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ક્વોલિફાયર 2 છે.

આ પણ વાંચો: BKS vs CSK: શું IPLમાં 17 વર્ષનો ઈતિહાસ બદલાશે?

T20 વર્લ્ડ કપ 2024 શેડ્યૂલ

3 ઑક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ઢાકા
3 ઑક્ટોબર: બાંગ્લાદેશ વિ ક્વોલિફાયર 2, ઢાકા
4 ઑક્ટોબર : ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ક્વોલિફાયર 1, સિલ્હટ
4 ઓક્ટોબર: ભારત વિ ન્યુઝીલેન્ડ, સિલ્હેટ
5 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા
5 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ઢાકા
6 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિ ક્વોલિફાયર 1, સિલ્હેટ
6 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન, સિલ્હેટ
7 ઓક્ટોબર: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ક્વોલિફાયર 2, ઢાકા
8 ઑક્ટોબર: ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, સિલ્હટ
9 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા
9 ઓક્ટોબર: ભારત વિ ક્વોલિફાયર 1, સિલ્હટ
10 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિ ક્વોલિફાયર 2, ઢાકા
11ઑક્ટોબર : ઑસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, સિલ્હેટ
11ઑક્ટોબર : પાકિસ્તાન વિ ક્વોલિફાયર 1, સિલ્હેટ
12 ઓક્ટોબર : ઈંગ્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ, ઢાકા
12 ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ઢાકા
13 ઓક્ટોબર: પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, સિલ્હેટ
13 ઑક્ટોબર : ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, સિલ્હટ
14 ઑક્ટોબર : ઇંગ્લેન્ડ વિ ક્વોલિફાયર 2, ઢાકા
17 ઓક્ટોબર: પ્રથમ સેમિફાઇનલ, સિલ્હેટ
18 ઓક્ટોબર: બીજી સેમિફાઇનલ, ઢાકા
20 ઓક્ટોબર: ફાઈનલ, ઢાકા