September 18, 2024

રિચા ઘોષની તોફાની બેટિંગ, 26 બોલમાં અડધી સદી ફટકારી

Women Asia Cup: મહિલા એશિયા કપ 2024માં ભારતની વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષે તોફાની બેટિંગ કરી હતી. તેણે 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રિચા ઘોષ ભારતીય મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી T20I અડધી સદી ફટકારનારી ત્રીજી ખેલાડી હવે બની ગઈ છે.
ઝડપી અડધી સદી ફટકારી
તમને જણાવી દઈએ કે ઓપનર સ્મૃતિ મંધાનાના નામે 24 બોલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ છે. મંધાનાએ T20Iમાં 25 બોલમાં અડધી સદી પણ ફટકારી છે. શેફાલીની વાત કરવામાં આવે તો તેણે 26 બોલમાં અડધી સદી છે. રિચા ઘોષે પણ 26 બોલમાં અડધી સદી ફટકારી હતી.મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ન્યુઝીલેન્ડની સોફી ડિવાઇનના નામે છે. વર્ષ 2015માં સોફીએભારત સામે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. સ્મૃતિ મંધાનાએ ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે.

અડધી સદી ફટકારી હતી
UAE સામે ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી હતી. જેમાં ટીમ ભારતે 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરમનપ્રીતે 66 રન અને રિચા ઘોષે 64 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 37 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે ટીમ ભારત મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. આવું પહેલી વાર બન્યું કે ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 200 પ્લસ રન બનાવ્યા છે.