News 360
Breaking News

માસૂમ બચ્ચું કલાકો સુધી પીડાથી તડપતું રહ્યું… જામનગરમાં મહિલાએ વટાવી ક્રૂરતાની હદ

Jamnagar: રાજ્યમાં અવારનવાર ક્રૂરતાની હદ વટાવતા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હવે જામનગરમાં એક મહિલાઓ ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી છે. તેણે એક નાનકડા ગલૂડિયાને સ્કૂટી પાછળ બાંધીને રોડ પર ઢસડ્યું છે. હાલ આ મૂંગા પ્રાણીને જીવદયા પ્રેમી દ્વારા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર જામનગર સ્વામિનારાયણ વિસ્તારમાં એક મહિલાએ ક્રૂરતાની હદ વટાવી છે. મુંગા પ્રાણી સાથે અત્યાચારનો Video વાયરલ થઈ રહ્યો છે. માસુમ ગલૂડિયાને સ્કૂટી પાછળ બાંધી રોડ પર ઢસડ્યું હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શહેરના સ્વામિનારાયણ નગરમાં વિસ્તારમાં શ્વાનના માસુમ બચ્ચા પ્રત્યે ક્રૂરતાની ઘટના સામે આવી છે. મહિલાએ માસુમ બચ્ચાને સ્કૂટી પાછળ બેરહેમીથી દોરી વડે બાંધી રોડ પર ઢસડતા હોવાનો Video વાયરલ થઈ રહ્યો છે. માસુમ બચ્ચું કલાકો સુધી પીડાથી તડપતું રહ્યું. જોકે, ત્યાંથી પસાર થયેલા જીવદયા પ્રેમીએ બચ્ચાને ખાનગી હોસ્પિટલમાં લઇ જઈ સારવાર અપાવી. જોકે, આ વીડિયો વાયરલ થતા જ લોકો તે મહિલા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: HMPVથી ગભરાશો નહીં, પૂરતી સાવચેતી રાખવાની જરૂર છે: મોરારી બાપૂ