શિયાળામાં ત્વચાને આ રીત ઘરેલું ઉપચાર કરીને મોઇશ્ચરાઇઝ કરો
Winter Skincare Tips: શિયાળાની સિઝનમાં ત્વચા ફાટવા લાગે છે. જેના કારણે શિયાળામાં આપણે અલગ અલગ મોઇશ્ચરાઇઝ લગાવતા હોઈએ છીએ. પરંતુ આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે કે જે આપણી ત્વચા માટે મોઇશ્ચરાઇઝ બની શકે છે. તેના માટે તમારે બહારથી મોઇશ્ચરાઇઝ લઈને પૈસા ખર્ચવાની જરૂર નથી. આવો જાણીએ આ વસ્તુઓ કંઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો.
મધ અને ખાંડનો ઉપયોગ
શિયાળાની સિઝનમાં ચામડી ફાટવા લાગે છે. તો તમે મધ અને ખાંડની પેસ્ટ બનાવીને તમે ત્વચા પર લગાવી શકો છો. આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવીને મસાજ કરવાની રહેશે. થોડીવાર તેને ચહેરા પર રહેવા દો. આ પછી તેને સાફ કરી દો. તમને હકારાત્મક અસરો જોવા મળશે.
ચણાનો લોટ અને દૂધની મલાઈ
તમે ચણાનો લોટ અને દૂધની ક્રીમ મિક્સ કરો. ચણાના લોટ અને દૂધની મલાઈથી બનેલી પેસ્ટ બનાવીને અઠવાડિયામાં 4 વખત લગાવો. જેનાથી ત્વચા સંબધિત સમસ્યાઓ થોડા જ દિવસમાં દૂર થવા લાગશે. ચમકદાર ત્વચા મેળવવા માટે તમે આ ઘરેલું ઉપાય પણ અજમાવી શકો છો.
આ પણ વાંચો: દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે
ખાંડ અને નાળિયેર તેલ
ખાંડ અને નાળિયેર તેલમાંથી પેસ્ટ બનાવો. આ પેસ્ટની મદદથી તમે તમારી ત્વચાને હાઇડ્રેટેડ બનાવી શકો છો. થોડા જ દિવસમાં તમે ચહેરામાં ચમક જોઈ શકશો. આ પેસ્ટને તમે અઠવાડિયામાં 4 વાર લગાવી શકો છો.