July 7, 2024

શું ભરૂચ બેઠક BJP માટે બની જશે પ્રતિષ્ઠાનો પ્રશ્ન?

ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામ સાથે જ ગુજરાતના રાજકારણમાં ઘણા બદલાવો જોવા મળી રહ્યા છે. BJP હોય કે કોંગ્રેસ બધી જ પાર્ટીઓ પાતાની સેફ બેઠકોને બચાવવામાં લાગી ગઈ છે. આમ તો ગત લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 સે 26 બેઠકો BJPથી થઈ હતી. ત્યારે આ ચૂંટણીમાં ભરૂચ બેઠકને લઈને ચિંતા સેવાઈ છે. એવામાં આ બેઠક પર કોંગ્રેસ અને આપ સાથે મળીને લડે તેવી સંભાવનાઓ પણ વધી રહી છે.

ગુજરાતમાં પણ કોંગ્રેસ-આપનું ગઠબંધન

ડેડિયાપાળામાં કોંગ્રેસ દ્વારા આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મળીને આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેડિયાપાળાના પ્રાંત અધિકારીને આદિવાસના હકો માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં આપના અને કોંગ્રેસના કાર્યકરતાઓ સાથે જોવા મળ્યા હતા. જે બાદ એવી અટકળોએ જોર પકડ્યું હતું કે ભરૂચની બેઠક પર કોંગ્રેસ અને આપ ગુજરાતમાં પણ ગઠબંધન કરી શકે છે. કેન્દ્રમાં પહેલાથી જ કોંગ્રેસ અને આપ I.n.d.i.a ગઠબંધનનો ભાગ છે ત્યારે ભરૂચમાં પણ કોંગ્રેસ અને આપ સાથે આવી ગયા હોય તેવું જોવા મળ્યું હતું.

ભરૂચને લઈને BJPમાં ચિંતા વધુ

મહત્વનું છેકે, ભરૂચની લોકસભા બેઠકોમાં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં ડેડિયાપાળા, જંબુસર, વાગર, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર અન કરજણ. આ તમામ બેઠકોમાંથી એક ડેડિયાપાળાની બેઠકને છોડીને તમામ બેઠકો પર BJP પાસે છે, જ્યારે ડેડિયાપાળાની બેઠક પર આપના ચૈતર વસાવાની જીત થઈ હતા. આ જીત સાથે જ તેમની લોકપ્રિયતા પણ વધતી જઈ રહી છે. જેના કારણે પણ BJPની અંદર આ બેઠકને લઈને વધારે ચિંતા છે.

આ બેઠકનો ઈતિહાસ શું છે?

ભરૂચની લોકસભા બેઠક પર 1957થી 1984 સુધી કોંગ્રેસનો દબદબો હતો. એ બાદ 1989થી 2019 સુધી આ બેઠક BJP પાસે રહી છે. જો છેલ્લી 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો BJPના મનસુખ વસાવાને 55.47 ટકા મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા મતો મળ્યા હતા. આ બેઠક પર મોટા ભાગે કોંગ્રેસ અને BJP વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી છે. જોકે, છોટુભાઈ વસાવાની અલગ પાર્ટીની બન્યા બાદ અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો.