October 4, 2024

આ વસ્તુઓ ખાવાથી પણ આવી શકે છે Heart Attack

Heart Health: આજના સમયમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. મોટા ભાગના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. જેનું કારણ એ આજના સમયની ખાણીપીણી પણ છે. જો તમે પણ તમારા હૃદયના સ્વાસ્થ્ય સારૂ રાખવા માંગો છો તો તમારી જીવનશૈલીમાં તમારા આહારનું ચોક્કસ ધ્યાન રાખો. જો તમારા શરીરને અનુકૂળ ના આવે તેવો ખોરાક લો છો તો તમને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે. આવો જાણીએ એ વસ્તુઓ વિશે જે છે તો ‘હેલ્ધી’ પરંતુ તમને હાર્ટએટેક આ વસ્તુઓ ખાવાથી હાર્ટએટેક આવી શકે છે.

માછલી/ચિકન- ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતી માછલી/ચિકન તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે રોજ તમારે ચિકન ખાવાનું ટાળવું જોઈએ. જો તમે રોજ ખાશો તો તમને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.

આ પણ વાંચો: Turmeric In Morning: આ રીતે એક ચપટી હળદરનું સેવન કરો, થશે આ ફાયદાઓ

બદામ/અખરોટ- દિવસમાં ચાર-પાંચથી વધુ બદામનું સેવન નુકસાનકારક કરી શકે છે. વધારે પડતા અખરોટ ખાવાના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે. જેના કારણે બદામ, અખરોટ માપમાં ખાવા જરૂરી છે.

શણના બીજ – શણના બીજમાં સારી માત્રામાં પોષક તત્વો હોય છે. તેના બીજમાં તેલ પણ હોય છે. તેમાં તેલની માત્રા વધારે હોય છે જેના કારણે તે તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.

ઘી- જો તમે જરૂર કરતા વધારે ઘીનું સેવન કરો છો તો ચોક્કસ તમારે સાવધાન થઈ જવું જોઈએ. વધારે પડતા ઘીનું સેવન તમારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે. જેના કારણે તમને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે.