January 16, 2025

સૈફ અલી ખાનનું બાંદ્રાનું ઘર કંઈ રીતે ખાસ છે?

Saif Ali Khan Luxury Apartment: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘર પર આજે વહેલી સવારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસી આજે વહેલી સવારે અજાણ્યો વ્યક્તિ સૈફના મુંબઈના ઘરમાં ઘૂસી ગયો હતો અને સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો હતો. આવું થતાની સાથે સુરક્ષાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે આવો જાણીએ સૈફ અલી ખાનના આ ઘર વિશે સંપૂર્ણ માહિતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશી યુવકે મુંબઈની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પોલીસે દબોચી લીધો

‘સતગુરુ શરણ’
બાંદ્રા વેસ્ટમાં સૈફ જે એપાર્ટમેન્ટમાં રહે છે કે તેનું નામ ‘સતગુરુ શરણ’ છે. 7મા માળે આ ફ્લેટ છે. વર્ષ 2012માં 23.50 કરોડ રૂપિયામાં સૈફે ખરીદ્યો હતો. આ ઘરમાં ઘણું ખાસ જોવા મળે છે જેમાં 5 બેડરૂમ, જિમ, મ્યુઝિક રૂમ અને 6 ટેરેસ બાલ્કની છે. 4 કાર પાર્કિંગ છે. સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર ‘ફોર્ચ્યુન હાઇટ્સ’માં રહેતા હતા. આ ઈમારત બાંદ્રામાં પણ છે. સૈફે તેને વર્ષ 2013માં 48 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.