ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં મિશેલ માર્શ કેમ નથી રમી રહ્યો?

IPL 2025: આઈપીએલ 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ટીમને ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ વિના રમવું પડશે. મિશેલ માર્શ વ્યક્તિગત કારણોસર આજની મેચમાં નહીં રમે. તેની પુત્રી બીમાર હોવાનું સામે આવ્યું છે. તેમના સ્થાને દિલ્હીના બેટ્સમેન હિંમત સિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેમને આજે ડેબ્યૂ કરવાની તક મળી છે.
આ પણ વાંચો: Jio પાસે 365 દિવસ માટે આ પ્લાન છે બેસ્ટ, મળશે આ લાભ
માર્શની જગ્યાએ આ ખેલાડીને તક મળી
જો મિશેલ માર્શ રમી રહ્યો નથી જેના કારણે હિંમત સિંહને તક આપવામાં આવી છે. હિંમત દિલ્હીનો રહેવાસી છે અને અગાઉ દિલ્હી પ્રીમિયર લીગમાં રમી ચૂક્યો છે. આ સિઝનના મેગા ઓક્શનમાં LSG એ તેને 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. હિંમત સિંહે અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 55 T20 મેચ રમી છે. તેણે આમાં 5 વખત અડધી સદી ફટકારી છે અને તેનો સ્ટ્રાઇક રેટ 132.51 રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે કુલ 917 રન બનાવ્યા છે.