IPL 2025 દરમિયાન કોહલીએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેમ ‘રીસેટ’ કર્યું?

Virat Kohli on Instagram Account Changes: વિરાટ કોહલીએ પોતાના Instagram એકાઉન્ટમાંથી પ્રમોશન, પેઇડ પાર્ટનરશિપ અને જાહેરાત સંબંધિત બધી પોસ્ટ્સ દૂર કરી દીધી હોવાનું સામે આવ્યું છે. હવે આ વિશે વિરાટે પોતે આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. આવો જાણીએ આ વિશે વિરાટે શું કહ્યું.
આ પણ વાંચો: કેએલ રાહુલે સસરા સાથે મળીને 7 એકર જમીન ખરીદી, જાણો કેટલા કરોડોની લીધી જમીન
તમે આટલો મોટો ફેરફાર કેમ કર્યો?
RCB ફ્રેન્ચાઇઝીએ તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલીને એ પણ પૂછવામાં આવ્યું કે તેણે ઇન્સ્ટાગ્રામ પર રીલ સેક્શનમાં ઘણી પોસ્ટ કેમ મૂકી છે. આના જવાબમાં તેમણે કહ્યું, “જ્યાં સુધી સોશિયલ મીડિયાનો સવાલ છે, હું હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેવાની સ્થિતિમાં નથી, ભવિષ્ય વિશે અત્યારે કંઈ કહી શકાય નહીં. પરંતુ મારા એકાઉન્ટને રીસેટ કરવાની જરૂર હતી.” વિરાટ કોહલીએ તાજેતરમાં જર્મન સ્પોર્ટ્સ બ્રાન્ડ ‘પુમા’ સાથેની ભાગીદારીનો અંત લાવી દીધો છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી ડીલમાં તેને 300 કરોડ રૂપિયાની ઓફર મળી હતી, પરંતુ વિરાટે તેને નકારી કાઢી હોવાના અહેવાલો છે.