બ્લેક લાઈવ્સ મેટર આંદોલન પછીનો સૌથી મોટો બળવો, ટ્રમ્પ સામે હજારો અમેરિકન લોકો કેમ રસ્તા પર ઉતર્યા?

Protest Against Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ટેરિફ લાદ્યો છે ત્યારથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે. ફક્ત અન્ય દેશોના લોકો જ નહીં, પરંતુ હવે અમેરિકાના નાગરિકો અને નેતાઓ પણ ટ્રમ્પ વિરુદ્ધ થઈ રહ્યા છે. અમેરિકાના 50 રાજ્યોમાં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કરી રહ્યા છે અને ‘ટ્રમ્પ-મસ્ક ગો બેક’ના નારા લગાવી રહ્યા છે.
HAPPENING NOW: An aerial view of the MASSIVE protest today in Boston, MA for the "Hands Off!" movement against Elon Musk and Donald Trump pic.twitter.com/0OZgQ2HfHW
— Marco Foster (@MarcoFoster_) April 5, 2025
ટેરિફ, અર્થતંત્ર અને માનવાધિકારને કારણે છટણીના મુદ્દાઓ પર ટ્રમ્પનો વિરોધ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા અમેરિકન જનતા ટ્રમ્પના બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાની ઉજવણી કરી રહી હતી, પરંતુ હવે નાગરિક અધિકાર જૂથો, મજૂર સંગઠનો, LGBTQ અને મહિલા અધિકાર જૂથો ટ્રમ્પ સામે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
HAPPENING NOW: A MASSIVE protest is taking place in downtown Chicago for the "Hands Off!" movement against Elon Musk and Donald Trump pic.twitter.com/NVEiTFi8Iy
— Marco Foster (@MarcoFoster_) April 5, 2025
1200થી વધુ સ્થળોએ ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન
શનિવારે 1200થી વધુ જગ્યાએ ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન થયા હતા. આ સમય દરમિયાન હજારો લોકો રસ્તાઓ પર જોવા મળ્યા. ‘હેન્ડ્સ ઑફ’ વિરોધ પ્રદર્શન 5 એપ્રિલથી શરૂ થયું હતું. આ વિરોધ ટ્રમ્પ પ્રશાસનની નીતિઓ સામે હતો. આ વિરોધ પ્રદર્શન ખાસ કરીને ટ્રમ્પની છટણી અને સામૂહિક દેશનિકાલની નીતિઓ સામે હતા. શનિવારે વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલથી લઈને મેનહટન અને બોસ્ટન સુધી, વિરોધીઓએ ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તે સતત નારા લગાવી રહ્યા હતા કે- ‘Fight The Ogligarchy’.
Anti-Trump Protests in Cities Across US Declare 'Hands Off'
Thousands protested Trump nationwide Saturday against Musk, budget cuts, tariffs; in favor of democracy, immigrants, empathy pic.twitter.com/MLhTMLmM3P
— Roy Rogue (@rogue185263) April 6, 2025
રવિવારે 1400થી વધુ રેલી
ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન રવિવારે પણ ચાલુ રહ્યું હતું. રવિવારે વિરોધીઓ દ્વારા 1400થી વધુ રેલીઓ કાઢવામાં આવી હતી. રવિવારે યોજાનાર વિરોધ પ્રદર્શનને હેન્ડ્સ-ઓન નામ આપવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાગ લેવા માટે 6 લાખ લોકોએ નોંધણી કરાવી હતી. હેન્ડ ઓન એટલે આપણા અધિકારોથી દૂર રહેવું.
HAPPENING NOW: Another absolutely MASSIVE protest today, this time in St. Paul, Minnesota for the “Hands Off!” rally against Elon Musk and Donald Trump pic.twitter.com/vSvv5fWojS
— Marco Foster (@MarcoFoster_) April 5, 2025
મોં પર પટ્ટી બાંધીને વિરોધ કરી રહ્યાં છે લોકો
દેશભરમાં રસ્તાઓ પર ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ પોતાના મોં પર પ્રતીકાત્મક પટ્ટી બાંધી હતી. તે બધા ન્યુ યોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના અવતારમાં જોવા મળ્યા હતા. વિરોધીઓનો આરોપ છે કે ટ્રમ્પનું શાસન દેશને ખતરનાક દિશામાં લઈ જઈ રહ્યું છે. ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે આ પ્રદર્શન 2020 ના બ્લેક લાઈવ્સ મેટર આંદોલન પછી ટ્રમ્પ વિરુદ્ધ સૌથી મોટું પ્રદર્શન છે.