ભારત સહિત 14 દેશોના મુસ્લિમો પર સાઉદી અરેબિયાએ કેમ લગાવ્યા પ્રતિબંધો?

Saudi Arabia: સાઉદી અરેબિયા સરકારે નવા મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે. જેમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત 14 દેશો પર આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર આ પ્રતિબંધ 13 એપ્રિલથી જૂનના મધ્ય સુધી અમલમાં રહેશે. એટલે કે આ પ્રતિબંધો હજ યાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

સાઉદીમાં હજ યાત્રા દરમિયાન વિશ્વભરમાંથી આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે અને જે લોકો પાસે હજ વિઝા નથી તેઓ પણ મક્કા મદીના પહોંચે છે. જેના કારણે હજ મંત્રાલય દ્વારા કરવામાં આવતી વ્યવસ્થામાં અવરોધ આવી રહ્યો છે. ગયા વર્ષે આવી જ એક હજમાં વધતી સંખ્યા અને ભારે ગરમીને કારણે એક હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

કયા વિઝા સસ્પેન્ડ કરવામાં આવશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી માર્ગદર્શિકા હેઠળ ઉમરાહ વિઝા, બિઝનેસ વિઝિટ વિઝા અને ફેમિલી વિઝિટ વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાના વિઝા પ્રતિબંધથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના લોકો નિરાશ થયા છે. જેઓ આ વિઝાની મદદથી હજ દરમિયાન મક્કા અને મદીના જવા માંગતા હતા.

સાઉદી ક્રાઉન પ્રિન્સના નિર્દેશ બાદ પગલું ભર્યું
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને દેશમાં હજ યાત્રા સરળ અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે કડક વિઝા નિયમો સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.

સાઉદી અરેબિયાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પગલાથી લોકો નોંધણી વગર હજ કરી શકશે નહીં. અધિકારીઓનો આરોપ છે કે અન્ય દેશોના નાગરિકો ઉમરાહ વિઝા અથવા વિઝિટ વિઝા પર સાઉદી અરેબિયા આવે છે અને પવિત્ર મક્કામાં હજ કરવા માટે ગેરકાયદેસર રીતે ત્યાં રહે છે.

આ પણ વાંચો: ટ્રમ્પની ટેરિફ પોલિસીથી વિશ્વભરના શેરબજારોમાં ભૂકંપ, રોકાણકારોએ આટલા લાખ કરોડ ગુમાવ્યા

કયા દેશોમાં પ્રતિબંધિત છે
સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરીયા, જોર્ડન, અલ્જેરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમન સહિત લગભગ 13 દેશોના વિઝા સસ્પેન્ડ કર્યા છે.