March 16, 2025

મોદી વહેલા શાળાએ કેમ પહોંચતા હતા? PM મોદીએ પોડકાસ્ટમાં બાળપણની યાદો વાગોળી

PM Modi Podcast: લેક્સ ફ્રિડમેનના પોડકાસ્ટમાં નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમથી લઈને નવી શિક્ષણ નીતિ અને બાળપણના અનુભવોને શેર કર્યા હતા. જેમાં વડાપ્રધાને જણાવ્યું કે તેઓ પીએમ મોદી પહેલા શાળાએ કેમ પહોંચી જતા હતા.

સાડા ત્રણ કલાક પોડકાસ્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન વચ્ચેના સંવાદનો સાડા ત્રણ કલાક પોડકાસ્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં મોદીએ ઘણા વિષયો પર ખુલીને વાત કરી હતી. પીએમ મોદીને ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે તેમના બાળપણના શિક્ષકોને યાદ કર્યા અને જણાવ્યું કે તેઓ શા માટે પહેલા શાળાએ પહોંચતા હતા.

આ પણ વાંચો: ‘મને સંઘ પાસેથી જીવનના મૂલ્યો મળ્યા…’, લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદી

પીએમ મોદી પહેલા શાળાએ કેમ વહેલા પહોંચી જતા?
પીએમ મોદીએ કહ્યું, “હું શાળાએ વહેલો દોડી જતો હતો જેથી પહેલું વાક્ય લખી શકું. એકવાર મેં લખ્યું હતું – ‘આજે સૂર્યોદય સુંદર હતો, સૂર્યોદયથી મને ઉર્જા મળી.’ પછી મારા પછી આવતા વિદ્યાર્થીઓએ પણ સૂર્યોદય સંબંધિત કંઈક લખવું પડ્યું. જેમ સમય જવા લાગ્યો મને સમજ પડવા લાગી કે મારી સર્જનાત્મકતાને બહુ ફાયદો થઈ રહ્યો છે. તેથી મેં નક્કી કર્યું કે હવે હું સૌથી છેલ્લે જઈશ, જેથી પહેલા લખેલા વાક્યો વાંચી શકું અને મારું શ્રેષ્ઠ આપી શકું. આનાથી મારી સર્જનાત્મકતામાં વધુ સારી થશે.