February 23, 2025

Delhi Election Results: દિલ્હીમાં ન વાગ્યો AAPનો ડંકો, સમર્થકોની આ નારાજગીએ પરિણામ બદલ્યું

Delhi Aam Aadmi Party: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરી થઈ રહી છે. ભાજપ આગળ જોવા મળી રહ્યું છે અને આમ આદમી પાછળ જોવા મળી રહી છે. અત્યાર સુધીના પરિણામ પરથી જોવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હાર તરફ આગળ વધી રહી છે. હવે મોટો સવાલ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીની આટલી મોટી હાર પાછળ કારણો શું છે.

અરવિંદ કેજરીવાલના પાયાવિહોણા આરોપો
કેજરીવાલે તેમના વિરોધીઓ પર ઘણા આરોપો લગાવતા જોવા મળે છે. જેના કારણે અમૂક વખતે તેમને માફી માંગવાનો પણ વારો આવે છે. જેનું પરિણામ એ આવ્યું કે તેમની છબી એવા નેતાઓમાં બની કે તેમના શબ્દો પર ભરોસો ના કરી શકાય.

શીશમહેલે બગાડી છબી
કેજરીવાલે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં આવશે એટલે VVIPનો અંત લાવશે. પરંતુ એમણે કહેલું જાણે તેઓ ભૂલી ગયા હોય તેવું જોવા મળ્યું. સત્તામાં જેવા કેજરીવાલ આવ્યા લક્ઝરી કાર તો આવી જ પરંતુ તેની સાથે સાથે Z પ્લસ સુરક્ષા હોવા છતાં પંજાબ સરકાર પાસેથી ટોચની સુરક્ષા પણ લીધી. આટલું જ નહીં તેમણે શીશમહેલ પણ બનાવ્યો હતો. વૈભવી ઘર હતું પરંતુ લોકોએ તેમનું નામ શીશમહલ રાખી દીધું હતું.

કેજરીવાલ આગામી મુખ્યમંત્રી બનશે.
કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી પાર્ટીએ આતિશીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જનતાને એક વાત ખબર પડી ગઈ હતી કે આમ આદમી પાર્ટી પર જીતે છે તો પણ કેજરીવાલ મુખ્યમંત્રી નહીં બની શકે .જો તે મુખ્યમંત્રી બનશે તો પણ તે કોઈ કામ કરી શકશે નહીં. દિલ્હીની સમસ્યાઓ એવીને એવી જ રહેશે.

આ પણ વાંચો: દિલ્હીમાં ચૂંટણી પરિણામો વચ્ચે ઓમર અબ્દુલ્લાએ કોંગ્રેસ-આપને ટોણો માર્યો, ‘ઔર લડો આપસ મેં’

રાજધાનીમાં ગંદકી
કેજરીવાલ સતત જીત પ્રાપ્ત કરી રહ્યા હતા. પરંતુ જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. મોટી સમસ્યા તો એ હતી કે સ્વચ્છ પીવાના પાણીની સપ્લાય ના હતી. ઉનાળો આવતાની સાથે લોકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા હતા. પાણીની સાથી બીજી પણ ઘણી સમસ્યાનો સામનો જનતાને કરવો પડી રહ્યો હતો. જેના કારણે જનતા આમ આદમી પાર્ટી પરથી ભરોસો ઉડી ગયો.

મહિલાઓને ના આપી શક્યા નિશ્ચિત રકમ
ઝારખંડમાં સીએમ હેમંત સોરેન અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના વિધાનસભા ચૂંટણીમાં સમાન મુદ્દાઓ પર લડી રહ્યા હતા. જેમાં મહિલાઓ માટે દર મહિને નિશ્ચિત રકમ આપવામાં આવે, કેજરીવાલ છેલ્લા ઘણા સમયથી કરવા માંગતા હતા પરંતુ કરી શક્યા ના હતા. દિલ્હી સરકારે એક મહિના પહેલા પણ દર મહિને મહિલાઓને નિશ્ચિત નાણાકીય મદદની યોજના લાગુ કરી હોત,તો કદાચ પરિણામમાં ફેરફાર થઈ શકતો હોત.

યોગીના સુત્રમાંથી બોધપાઠ ના શીખ્યા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન સુત્ર આપ્યું હતું. બટે કે તો કટેગનો સુત્ર આપ્યું હતું. દિલ્હીમાં કોંગ્રેસ અને આપ શીખી ના શક્યા બટે કે તો કટેગના સુત્ર પરથી કંઈ.