January 15, 2025

ટ્ર્મ્પ પર 20 વર્ષના છોકરાએ કેમ કર્યો હતો ગોળીબાર? FBIએ રિપોર્ટમાં કર્યા ખુલાસા

Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં થયેલા હુમલાને દોઢ મહિનો થઈ ગયો છે. અમેરિકન સુરક્ષા એજન્સી FBIએ બુધવારે પોતાના તપાસ રિપોર્ટમાં નવા ખુલાસા કર્યા છે. 13 જુલાઈના રોજ, 20 વર્ષીય યુવક મેથ્યુ ક્રૂક્સે પેન્સિલવેનિયામાં એક રેલીમાં ટ્રમ્પ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ટ્રમ્પ બચી ગયા હતા. લાંબી તપાસ છતાં અમેરિકન સુરક્ષા એજન્સીઓ અત્યાર સુધી થોમસ મેથ્યુ ક્રૂક્સના આ હુમલા પાછળના હેતુને શોધવામાં નિષ્ફળ રહી છે.

એફબીઆઈના પિટ્સબર્ગ ફીલ્ડ ઓફિસના ઈન્ચાર્જ કેવિન રોઝેકે જણાવ્યું હતું કે ક્રૂક્સ અનેક રાજકીય પ્રસંગોએ સતત હુમલાની યોજના બનાવી રહ્યો હતો. એફબીઆઈએ ક્રૂક્સ સાથે સંબંધિત કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં હુમલામાં વપરાયેલા હથિયારો છે.

પહેલાની જેમ હુમલો કરવા તૈયાર હતો
કેવિન રોઝેકે કહ્યું, “જ્યારે ટ્રમ્પની રેલીની જાહેરાત કરવામાં આવી, ત્યારે ક્રૂક્સે તેને એક તક તરીકે જોયું. તપાસમાં સામે આવ્યું છે કે હુમલાના એક મહિનામાં ક્રૂક્સે ટ્રમ્પ અને યુએસ પ્રમુખ જો બાઈડનને બંનેને લગતી 60 થી વધુ ઓનલાઈન સર્ચ કરી હતી. તેણે 6 જુલાઈના રોજ ટ્રમ્પની રેલીમાં ભાગ લેવા માટે નોંધણી પણ કરી હતી. ટ્રમ્પના પ્લેટફોર્મ અને આવા જૂના હત્યાના કેસોની માહિતી મેળવી હતી. રોઝેકે કહ્યું કે ક્રૂક્સે એ પણ પહેલીવાર શોધ્યું કે ઓસ્વાલ્ડ કેનેડી સ્ટેજથી કેટલા દૂર હતા અને જ્યાંથી ટ્રમ્પ બટલર ફાર્મ શોમાં બોલશે.

આ પણ વાંચો: જાપાનમાં ‘શાનશાન’ વાવાઝોડાએ મચાવી તબાહી, 3 લોકોના મોત અનેક લાપતા

6 મિનિટ પહેલા જ છત પર ચડી ગયો હતો
એફબીઆઈ અધિકારીએ એમ પણ જણાવ્યું કે મેથ્યુ ક્રૂક્સ ટ્રમ્પના ભાષણની માત્ર 6 મિનિટ પહેલા છત પર ચઢી ગયો હતો. તેણે અન્ય શૂટર તેની સાથે હોવાના દાવાઓને પણ નકારી કાઢ્યા હતા. આ સિવાય તપાસમાં જાણવા મળ્યું છે કે મીટિંગના 11 મિનિટ પહેલા ક્રૂક્સે ડ્રોન પણ ઉડાડ્યું હતું. જેના પર એફબીઆઈનું માનવું છે કે સુરક્ષાની સ્થિતિ જોવા માટે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું.

એફબીઆઈની તપાસમાં લગભગ 1,000 ઈન્ટરવ્યુ અને ક્રૂક્સની ઓનલાઈન પ્રવૃત્તિનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ સામેલ હતો. હજુ પણ તપાસ એજન્સીઓ તેના હુમલાનું કારણ શોધી શકી નથી.