વિરાટ કોહલી પછી નંબર-4નો બેટ્સમેન કોણ હશે? ચેતેશ્વર પૂજારાએ આપ્યો જવાબ

Virat Kohli Replacement in Tests: વિરાટ કોહલી પછી હવે ભારતીય ટેસ્ટ ટીમ માટે સૌથી મોટી સમસ્યા નંબર-4 બેટ્સમેનની છે. તમામને સવાલ થઈ રહ્યો છે કે આ સ્થાન પર કોને જગ્યા આપવામાં આવશે. આ વિશે હવે ચેતેશ્વર પૂજારાએ જવાબ આપ્યો છે. જેણે 7 ટેસ્ટ મેચમાં ચોથા સ્થાન પર બેટિંગ કરી છે.
આ પણ વાંચો: આ વસ્તુઓને એલોવેરા જેલ સાથે મિક્સ કરીને બનાવો ફેસ પેક, ત્વચાનો ગ્લો બમણો થઈ જ
‘કોઈનું સ્થાન કન્ફર્મ નથી’
ચેતેશ્વર પૂજારાએ 2015 થી 2023 વચ્ચે સાત ટેસ્ટમાં નંબર-4 પર બેટિંગ કરી હતી. પૂજારાનું માનવું છે કે ભારતે કોઈપણ એક ખેલાડી પર અંતિમ નિર્ણય લેતા પહેલા થોડો સમય લેવો જોઈએ. પૂજારાએ કહ્યું ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે કે જે પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આ સમયે કોઈનું પણ સ્થાન ફિક્સ નથી. આ એવો સમય છે કે આ સ્થાન માટે સમય લાગી શકે છે. આ સ્થાન પર કોને જગ્યા આપવી.