ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન કોણ બનશે? આર અશ્વિને જણાવ્યું નામ

R Ashwin: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી લીધી છે. આ પછી વિરાટે પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી લીધી છે. જોકે આ પછી હજુ સુધી ભારતના નવા કેપ્ટનની જાહેરાત કરી નથી. આર અશ્વિને આ વિશે પોતાનું મંતવ્ય જણાવ્યું છે.

આ પણ વાંચો: સેકન્ડ હેન્ડ મોટરસાઇકલ ખરીદતા પહેલા આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન

નવો ટેસ્ટ કેપ્ટન કોણ હશે?
ભારતના સૌથી સફળ ટેસ્ટ ખેલાડીઓમાંના એક આર. અશ્વિનનું માનવું છે કે જસપ્રીત બુમરાહને ભારતનો નવો ટેસ્ટ કેપ્ટન બનવો જોઈએ. આર. અશ્વિનનું માનવું છે કે બુમરાહ સૌથી સિનિયર ખેલાડી છે. મને લાગે છે કે તે કેપ્ટનશીપને લાયક છે, પરંતુ પસંદગીકારો તેની શારીરિક ક્ષમતાના આધારે નિર્ણય લેવામાં આવશે. આર. અશ્વિનનું માનવું છે કે તેમની નિવૃત્તિ ચોક્કસપણે નેતૃત્વનો ખાલીપો પેદા કરશે. તમે અનુભવો ખરીદી શકતા નથી, ખાસ કરીને આવા પ્રવાસોમાં. વિરાટની ઉર્જા અને રોહિતની ધીરજની ખોટ સાલશે.