BCCIમાં જય શાહનું સ્થાન કોણે લીધું?
BCCI Secretary: જય શાહે BCCI સેક્રેટરીનું પદ છોડી દીધું છે. આ પછી જય શાહે 1 ડિસેમ્બરથી ICC ચેરમેનનું પદ સંભાળી લીધું છે. હવે તમને ચોક્કસ સવાલ થતો હશે કે જય શાહની જગ્યાએ સ્થાન કોણે લીધું? આવો જાણીએ.
ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યકારી સચિવ
BCCI પ્રમુખ રોજર બિન્નીએ દેવજીત સાયકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યકારી સચિવ બનાવવામાં આવ્યા છે. તેમણે જ જય શાહનું સ્થાન સોંપવામાં આવ્યું છે. જ્યાં સુધી સચિવ પદ પર કાયમી ધોરણે કોઈ નિમણૂક કરવામાં નહીં આવે ત્યાં સુધી સાઈકિયા વચગાળાના સચિવ બનાવવામાં આવ્યા છે. વર્ષ 2019થી બીસીસીઆઈના સેક્રેટરી પદ પર હતા. હાલ દેવજીત સાયકિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: PM મોદી આજે લોન્ચ કરશે વીમા સખી યોજના, મહિલાઓને મળશે 7000 રૂપિયા માસિક