February 19, 2025

કોણ છે તુલસી ગબાર્ડ? અમેરિકામાં નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટરની નિમણૂક, 18 ગુપ્તચર વિભાગોની મળી કમાન

 Tulsi Gabbard: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગબાર્ડને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સેનેટમાં અંતિમ મતદાન બાદ બુધવારે (12 ફેબ્રુઆરી) તુલસી ગબાર્ડને યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર (DNI) તરીકે સત્તાવાર રીતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સેનેટે 48ના મુકાબલે 52 મતથી તેમની નિયુક્તિ પર મહોર લગાવી દીધી છે. ફક્ત એક રિપબ્લિકન સેનેટર મિચ મેકકોનેલે તુલસી વિરુદ્ધ મતદાન કર્યું.

તુલસી ગબાર્ડ યુએસ ગુપ્તચર એજન્સીનું નેતૃત્વ કરનાર પ્રથમ હિન્દુ બની ગયા છે. ગબાર્ડ હવે અમેરિકાની 18 ગુપ્તચર એજન્સીઓના વડા બની ગયા છે, જે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતો પર કામ કરે છે. તુલસીએ ગૃહમાં ભગવદ ગીતા હાથમાં લઈને શપથ લીધા.

તુલસી ગબાર્ડ કોણ છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુલસી ગબાર્ડ પોતાને હિન્દુ કહે છે પરંતુ તે ભારતીય મૂળના નથી. તેમની માતાએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. હવે તુલસી હિન્દુ ધર્મનું પાલન કરે છે. તુલસી ગબાર્ડની માતા હિન્દુ ધર્મનું પાલન કરી રહી છે જ્યારે તેમના પિતા સમોઆના છે. હિન્દુ ધર્મ સાથેના તેમના ઊંડા જોડાણને કારણે તેમનું નામ તુલસી રાખવામાં આવ્યું. ગબાર્ડે સિનેમેટોગ્રાફર અબ્રાહમ વિલિયમ્સ સાથે લગ્ન કર્યા છે. તેમના પિતા માઇક ગબાર્ડ હવાઈના સેનેટર છે, જ્યારે તેમની માતા કેરોલ પોર્ટર ગબાર્ડ એક શિક્ષિકા અને ઉદ્યોગસાહસિક છે.

Tulsi Gabbard, Trump's intel chief pick, faces her confirmation hearing : NPR

તુલસીએ 21 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો
જ્યારે તુલસી ગબાર્ડ પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી ત્યારે તેમની ઉંમર લગભગ 21 વર્ષની હતી. તે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. તુલસી બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીમાં પણ નેતા રહી ચૂક્યા છે. તુલસીએ ઇરાક યુદ્ધમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે લડ્યા છે અને યુએસ આર્મી રિઝર્વિસ્ટ પણ રહી ચૂક્યા છે. તેમણે બે વર્ષ સુધી હાઉસ હોમલેન્ડ સિક્યુરિટી કમિટીમાં પણ સેવા આપી.

2022 માં બાઈડનની પાર્ટી છોડી દીધી
તુલસી ગબાર્ડ 2022 માં ડેમોક્રેટિક પાર્ટી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી અને સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેમણે ટ્રમ્પ માટે સંભવિત ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પણ જોવામાં આવી રહ્યા હતા. હવે તે અમેરિકાના ટોચના ગુપ્તચર અધિકારી બના ગયા છે અને અવરિલ હેન્સનું સ્થાન લેશે. પોતાના નામાંકનની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે તુલસી પોતાના હિંમતવાન નેતૃત્વનો ઉપયોગ ગુપ્તચર સમુદાયને સશક્ત બનાવવા, બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા અને શક્તિ દ્વારા શાંતિને પ્રોત્સાહન આપવા માટે કરશે.

આ પણ વાંચો: શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્માની કરી લીધી બરાબરી, 25 વર્ષની ઉંમરે પ્રાપ્ત કરી આ સિદ્ધિ