SRHને હરાવ્યા બાદ શુભમન ગિલે આ ખેલાડીના કર્યા ખૂબ વખાણ

Gujarat Titans: ગુજરાત ટાઇટન્સ હાલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. હૈદરાબાદ સામેની મેચમાં 7 વિકેટથી જીત પ્રાપ્ત કરી છે. આ જીત માટે મેચ બાદ ના કેપ્ટન શુભમન ગિલે આ ઉત્તમ પ્રદર્શન માટે પોતાના બોલરોને શ્રેય આપ્યો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ માટે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોરે શાનદાર પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો: MS Dhoniએ આખરે નિવૃત્તિની અટકળો પર પોતાનું તોડ્યું મૌન, વાત જાણીને તમને પણ લાગશે આઘાત
શુભમન ગિલે બોલરોના જોરદાર વખાણ કર્યા
હૈદરાબાદ સામેની મેચમાં મોહમ્મદ સિરાજે 4 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા અને ડાબોડી સ્પિનર સાઈ કિશોરે બે-બે વિકેટ લીધી હતી. આ તમામની ઉત્તમ બોલિંગને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં આઠ વિકેટે માત્ર 152 રન બનાવાવમાં સફળ રહ્યું હતું. ગિલે મેચ પછી બોલરોના વખાણ કર્યા હતા. કહ્યું કે બોલરો મેચનો માર્ગ બદલી નાંખે છે. T20માં અમને લાગે છે કે મેચ બોલરો દ્વારા જીતી શકાય છે.એટલા માટે આ ફ્રેન્ચાઇઝીમાં બોલરોને ખૂબ મહત્વ આપવામાં આવે છે.