September 19, 2024

પગથી પણછ ખેંચીને ટાર્ગેટ શૂટ કરતી શીતલ, સેલ્યૂટ કરવાનું મન થશે

Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના કુલ 84 એથ્લેટ મેડલ માટે રમવાના છે. જેમાં આર્ચર શીતલ દેવીનું નામ પણ આ લીસ્ટમાં નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે શીતલ દેવીની ઉંમર 17 વર્ષ છે. હાલમાં કમ્પાઉન્ડ ઓપન વિમેન્સ કેટેગરીમાં વિશ્વની નંબર 1 ખેલાડી છે.

મેડલ જીતવાની સૌથી મોટી દાવેદાર
પેરિસ પેરાલિમ્પિક્સ 2024 કાલથી શરૂ થઈ ગઈ છે. જે 8 સપ્ટેમ્બર સુધી રમાવાની છે. દેશ વિદેશમાંથી લગભગ 4,400 એથ્લેટ 22 રમતોમાં ભાગ લેવાના છે. તે જ સમયે, આ વખતે ભારતના 84 પેરા એથ્લેટ્સ પેરાલિમ્પિકમાં ભાગ લેવાના છે. આ વખતે ખાસ એ છે કે ભારતમાંથી પહેલી વખત પેરાલિમ્પિકમાં આવડી મોટી ખેલાડીઓની ટુકડી મોકલવામાં આવી છે. આ ખેલાડીઓ અલગ અલગ પ્રકારની ગેમમાં ભાગ લેવાના છે. . જેમાં તીરંદાજ શીતલ દેવીનું નામ પણ સામેલ છે. તે આ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતવાની સૌથી મોટી દાવેદાર છે.

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના પહેલા દિવસનું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ

કોણ છે શીતલ દેવી?
શીતલ દેવી જમ્મુ-કાશ્મીરના એક નાનકડા ગામ કિશ્તવાડની રહેવાસી છે. શીતલના પિતા ખેતી કરે છે અને માતા ઘરમાં બકરીઓનું ધ્યાન રાખે છે. શીતલને જન્મથી જ બંને હાથ નથી. તે જન્મજાત રીતે ફોકોમેલિયા નામની બીમારીથી પીડિત છે. પરંતુ તેણે ક્યારે પણ પોતાના આટલા જીવનમાં હાર માની નથી. તે પોતાના પગથી તીરંદાજી કરે છે. શીતલ દેવી ખુરશી પર બેસીને મણા પગથી ધનુષ્ય ઉપાડે છે, પછી તેના જમણા ખભામાંથી તાર ખેંચે છે અને મોઢેથીતીર છોડે છે. તેની કળા જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે . 2023માં તેણે પેરા-આર્ચરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે પેરા-આર્ચરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

અર્જુન એવોર્ડથી સન્માનિત
એશિયન પેરા ગેમ્સ 2023માં શીતલ દેવીનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન પેરા ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ સહિત ત્રણ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે એક જ એડિશનમાં બે ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પણ બની હતી. તમને જણાવી દઈએ કે તેને તેમની સિદ્ધિ બદલ તેમને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.