Travis Headની વિકેટ લઈને સનસનાટી મચાવનાર પ્રિન્સ યાદવ કોણ છે?

Prince Yadav IPL Wickets: આઈપીએલ એવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડે છે, જ્યાં તેઓ સારું પ્રદર્શન કરી શકે છે. આવું જ કંઈક 23 વર્ષના યુવા ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે કરી બતાવ્યું છે. લખનૌની ટીમે હૈદરાબાદને 5 વિકેટથી હાર આપી છે. આ મેચમાં લખનૌ માટે બોલરો અને બેટ્સમેનો બંનેએ સારું પ્રદર્શન કર્યું છે. શાર્દુલ ઠાકુરે પોતાની બોલિંગથી ચાર વિકેટ લીધી તો બીજી બાજૂ નિકોલસ પૂરન અને મિશેલ માર્શ જેવા ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. આ ખેલાડીઓના બેસ્ટ પ્રદર્શનને કારણે ટીમને જીત મળી તે કહેવું પણ ખોટું નથી. પ્રિન્સ યાદવે ચાર ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: CSK vs RCB વચ્ચે આવતીકાલે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ
ટ્રેવિસ હેડ ક્લીન બોલ્ડ થયો
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પ્રિન્સ યાદવે ચાર ઓવરમાં 29 રન આપીને એક વિકેટ લીધી હતી. ટ્રેવિસ હેડ અડધી સદીથી બસ થોડો જ દૂર હતો. ત્યારે પ્રિન્સે બોલ ફેંક્યો જે હેડ માટે રમવાનું મુશ્કેલ બન્યું. જેના કારણે ટ્રેવિસ હેડ આઉટ થઈ ગયો હતો. હેડની મોટી વિકેટ લીધા પછી પ્રિન્સ ખુશીથી કૂદતો જોવા મળ્યો હતો. આ સમયનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રિન્સની આ બીજી મેચ છે. પહેલી મેચમાં કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ના હતો. પરંતુ બીજી મેચમાં તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું અને 1 વિકેટ લીધી હતી. પ્રિન્સ યાદવનો જન્મ 2001માં થયો છે. તેને બાળપણથી જ મેચ રમવું ગમે છે. સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં 7.54 ના ઇકોનોમી રેટથી 11 વિકેટ લીધી અને દિલ્હીનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. તેણે વિજય હજારે ટ્રોફીમાં પણ 11 વિકેટ લીધી હતી.