કોણ છે મયંક રાવત, જેણે છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી!
Who is Mayank Rawat: દિલ્હી પ્રીમિયર લીગ એટલે કે ડીપીએલની ફાઈનલ મેચમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સેની જીત થઈ હતી. આ મેચ દરમિયાન મયંક રાવતની જોરદાર બેટિંગ જોવા મળી હતી. તેણે 200ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ સાથે તેણે છેલ્લી ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. હવે તમને સવાલ થશે કે કોણ છે મયંક રાવત. આવો જાણીએ.
Mayank Rawat – remember the name 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣#AdaniDPLT20 #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad | @delhi_cricket @JioCinema @Sports18 pic.twitter.com/qzWNHwnPjy
— Delhi Premier League T20 (@DelhiPLT20) September 8, 2024
કોણ છે મયંક રાવત?
તમને સવાલ થતો હશે કે ફાઇનલમાં પોતાની જબરદસ્ત ઇનિંગ્સથી ઇસ્ટ દિલ્હી રાઇડર્સને ડીપીએલનો ચેમ્પિયન બનાવનાર આ મંયક રાવત છે કોણ? તમને જણાવી દઈએ કે તે શુભમન ગિલ અને પૃથ્વી શૉ સાથે અંડર-19 ટીમનો ભાગ હતો. જોકે અફસોસ તેને એક પણ મેચ રમવાની તક મળી નથી. જેના કારણે દુનિયા તેને જાણી શકે તે તેને તક મળી ના હતી. પરંતુ આખરે તેને તક મળી અને તેણે 139 બોલમાં અણનમ 408 રન બનાવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઈસ્ટ દિલ્હી રાઈડર્સે ડીપીએલની પ્રથમ સિઝન જીતી લીધી છે તો સૌથી વધારે મયંકનું નામ ચર્ચામાં આવ્યું છે.
View this post on Instagram
આ પણ વાંચો: આ કારણોને લીધે MS ધોનીએ IPL 2025 પહેલા નિવૃત્તિ લેવી જોઈએ!
શાનદાર ઇનિંગ રમી
આ મેચમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સે ટોસ જીત્યો હતો. આ નિર્ણય આગળ જઈને ખરો સાબિત થયો હતો. જોકે ટીમની શરૂઆત સારી રહી ના હતી. પરંતુ મયંક રાવતે આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે 39 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 78 રન બનાવ્યા હતા. ઈસ્ટ દિલ્હી રાઈડર્સે 20 ઓવરમાં 183/5નો સ્કોર બનાવ્યો હતો. છેલ્લી ઓવરમાં આયુષ બદોનીના બોલ પર મયંકે સતત પાંચ સિક્સર ફટકારી હતી, જેના કારણે સ્કોર 183 સુધી પહોંચ્યો હતો.