September 17, 2024

આ 35 સ્માર્ટફોનમાં હવે નહીં ચાલે WhatsApp, જુઓ લિસ્ટ

WhatsAppએ ફરી એકવાર લગભગ 35 Android અને iOS ડિવાઈશ માટે એપ સપોર્ટ બંધ કરી દીધો છે. આવામાં મેટાની સેવાએ તેના યૂઝર્સને તેમની ચેટ હિસ્ટ્રીનું બેકઅપ લેવાનો સમય આપ્યો છે, જેથી તેમની જૂની ચેટ્સને નવા ડિવાઈસ પર ટ્રાંસફર કરી શકાય. વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવા માટે યૂઝર્સને હવે તેમના સ્માર્ટફોનને અપગ્રેડ કરવા પડશે. આનો અર્થ એ છે કે યૂઝર્સ પાસે તેમના વર્તમાન ફોનને બદલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

નીચે તમે એવા ડિવાઈશનું લિસ્ટ જોઈ શકો છો જેમાં WhatsApp હવે કામ કરશે નહીં. આ ડિવાઈસની યાદીમાં સેમસંગ, એપલ, મોટોરોલા, સોની, એલજી અને હુવેઈના ફોન પણ સામેલ છે. જો તમારી પાસે નીચે દર્શાવેલ કોઈપણ ડિવાઈશ હોય તો જ્યાં સુધી તમે તેને બદલશો નહીં ત્યાં સુધી તમે WhatsAppનો ઉપયોગ કરી શકશો નહીં.

iPhone 5
iPhone 6
iPhone 6S
iPhone 6S Plus
iPhone SE
Samsung Galaxy Ace Plus
Galaxy Core
Galaxy Express 2
Galaxy Grand
Galaxy Note 3
Galaxy S3 Mini
Galaxy S4 Active
Galaxy S4 Mini
Galaxy S4 Zoom
Moto G
Moto X
Sony Xperia Z1
Xperia E3
LG Optimus 4X HD
Optimus G
Optimus G Pro
Optimus L7
Lenovo 46600
Lenovo A858T
Lenovo P70
Lenovo S890
Huawei Ascend P6 S
Ascend G525
Huawei C199
Huawei GX1s
Huawei Y625

જો તમે તમારૂં વોટ્ટસ એપ ચાલુ રાખવા માંગો છો તો તમારે એંડ્રોયડ 5.0 અથવા તેના પછીનું વર્ઝન અને આઈઓએસ 12 અથવા તેના પછીનું વર્ઝન ધરાવતા ડિવાઈસ હોવો જરૂરી છે.

આજે જ લઈ લો જૂની ચેટનું બેકઅપ
નવા ફોનમાં વોટ્ટસ એપનો ઉપીયોગ શરૂ કરતા પહેલા જૂના ફોનની ચેટ બેકઅફ લેવું જરૂરી છે. જેથી તમે જૂની ચેટ મિસ ન કરો. આ માટે તમારે સેટિંગ્સથી એક્શનમાં જઈ ચેટ બેકઅપ પર ટેપ કરવાનું રહેશે. તમે તરત બેકઅફ બનાવી અને બેકઅફ ફાઈલને કોઈ પણ અલગ ડિવાઈસ પર ટ્રાંસફર કરવા માટે બેક અપ નાઉ પર ટેપ કરી શકો છો.