November 24, 2024

સમગ્ર વિશ્વમાં WhatsApp થયું ડાઉન!

અમદાવાદ: WhatsApp થોડા દિવસથી નવા નવા ફિચરને લઈને કાર્ય કરી રહ્યું છે. આ વચ્ચે ગઈ કાલે વોટ્સએપ ફરી એકવાર ડાઉન થઈ ગયું હતું. થોડા દિવસ પહેલા પણ ડાઉન થયું હતું. વોટ્સએપ ડાઉન થયા બાદ ઘણા યુઝર્સે તેમના એકાઉન્ટ લોગ આઉટ થયા હોવાનું સામે આવ્યું હતું.

સમસ્યા ઘણી વધી
છેલ્લા કેટલાક મહિનાથી WhatsApp ડાઉન થવાની સમસ્યા વધી રહી છે. ગઈ કાલે રાત્રે પણ હજારો યુઝર્સને આવી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. લોકોને વોટ્સએપ પર મેસેજ મોકલવામાં અને મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી. ઘણા લોકોના એકાઉન્ટ તો લોગ આઉટ પણ થઈ ગયા હતા. વિશ્વભરમાંથી ઘણા લોકોએ આ સમસ્યાનો સામનો કર્યો હતો. જેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સર્વરની સમસ્યાના કારણે આ સમસ્યાઓ થઈ રહી છે.

aડાઉન થયા હતા
વોટ્સએપ ડાઉન થવાના સમાચાર આવતાની સાથે જ યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા પ્રકારના મીમ્સ વાયરલ કર્યા છે. જેમાં ઘણા લોકોએ એકાઉન્ટ્સ અચાનક લોગ આઉટ થવાની ફરિયાદ કરી છે. ડાઉન ડિટેક્ટર નામની એક એપ આવે છે. જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આઉટેજ પર સતત નજર રાખે છે. WhatsApp માહિતી આપતા જણાવ્યું કે વહેલી તકે સંપૂર્ણ રીતે ઠીક કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: ફોનને સાર્વજનિક સ્થળે ચાર્જ ના કરો, સરકારે જાહેર કર્યું એલર્ટ

લાખો એકાઉન્ટ પર પ્રતિબંધ
વોટ્સએપ દ્વારા એક મોટી કાર્યવાહી કરી દેવામાં આવી છે. એક માહિતી અનુસાર 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરીની વચ્ચે લગભગ 7,628,000 વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જેમાંથી હવે 1,424,000 ખાતા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. WhatsAppનું આ વિશે કહેવું છે કે IT નિયમો 2021ના ઉલ્લંઘન બદલ આ નિર્ણય લેવામાં આવ્યો છે. WhatsApp પર ભારતના 50 કરોડથી વધુ યુઝર્સ છે. એક રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર દેશમાં 16,618 ફરિયાદ નોંધાઈ હતી. આ પહેલા જાન્યુઆરીમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે 6,728,000 વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.