News 360
Breaking News

ઈલેક્ટ્રિક કાર ખરીદવા અંગે લોકોનું શું કહેવું છે?

Electric Car: દુનિયામાં સૌથી વધારે EV વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. જેમાં ભારત પણ આગળ છે. ઈન્ડિયામાં EVની માંગ ઝડપથી વધી રહી છે. લોકોના અભિપ્રાય જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મોટા ભાગના લોકોએ વર્ષ 2030 સુધી ઇલેક્ટ્રિક એકમાત્ર વિકલ્પ તરીકે સ્વીકાર્યું છે. લોકો પેટ્રોલ/ડીઝલ વાહનની કિંમત કરતાં ઇલેક્ટ્રિક વાહન માટે 49 ટકા વધુ ખર્ચ કરવા તૈયાર છે તેવું જાણવા મળ્યું છે.

વિશ્વના આ દેશોમાં કરવામાં આવેલ સર્વે
અર્બન સાયન્સ વતી ધ હેરિસ પોલ દ્વારા ઓનલાઈન સર્વ કરવામાં આવ્યો હતો. જેમાં જર્મની ને ભારત, યુએસ, ઓસ્ટ્રેલિયા, ચીનની બજારમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો.સર્વેમાં જણાવામાં આવ્યું કે EV ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુખ્ય શહેરોમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. ભારતની વાત કરવામાં આવે તો 6,000 થી વધુ ચાર્જિંગ સ્ટેશનો ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે. તેની સંખ્યા વધીને વર્ષ 2027 સુધીમાં એક લાખથી વધુ થઈ શકે છે.

આ પણ વાંચો: આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

ચીનનું પ્રભુત્વ
ઇલેક્ટ્રિક વાહનોના અવિરત સંચાલન અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનામાં ચીન અગ્રેસર છે. ભારતે ઇવી સેક્ટરમાં અદ્યતન ટેકનોલોજી અને ઉત્પાદન સ્કેલનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં ચીને નિપુણતા મેળવી છે. વૈશ્વિક સ્તરે સર્વેક્ષણ કરાયેલા 1,000 સંભવિત ભારતીય ખરીદદારોમાંથી લગભગ 83 ટકા લોકો એવું માને છે કે તેઓ દાયકાના અંત સુધીમાં નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારશે.