News 360
March 27, 2025
Breaking News

નીતા અંબાણીએ ચાન્સ આપ્યો તો જિંદગી બદલી ગઈ, ગુજરાતી ખેલાડી સાથે છે ખાસ નાતો

IPL 2025: વિગ્નેશ પુથુરે પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન બદલ ખૂબ પ્રસંશા મેળવી હતી. આવો જાણીએ કે નીતા અંબાણીના કારણે એક રિક્ષાચાલકનો દીકરો રાતોરાત સ્ટાર કેવી રીતે બની ગયો છે.

વિગ્નેશ પુથુરનું શાનદાર પ્રદર્શન
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 IPLમાં ડેબ્યૂ કરનાર વિગ્નેશ પુથુરનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પોતાની પહેલી જ મેચમાં 3 વિકેટ લીધી હતી. શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય કે વિગ્નેશ પુથુરનો પંડ્યા ભાઈઓ એટલે કે કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યા સાથે ખાસ સંબધ છે. તેની સાથે સાથે પંડ્યા બ્રધર્સ અને વિગ્નેશની કારકિર્દીમાં નીતા અંબાણીનો પણ મોટો ફાળો છે. તમને પણ સવાલ થતો હશે કે આ કેવી રીતે. આવો જાણીએ.

નીતા અંબાણીએ કહી આ વાત
નીતા અંબાણીએ થોડા સમય પહેલા જ એક મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા ટીમમાં આવ્યા પછી બંનેએ હલચલ મચાવી દીધી હતી. લોકોના દિલમાં અલગ સ્થાન બનાવ્યું હતું. જ્યારે પણ મેચ જટિલ બને છે તે સમયે હાર્દિક પાસેથી લોકોની અપેક્ષાઓ ઘણી વધી જાય છે. હાર્દિકના રનથી મેચ જીતમાં ફેરવાય જાઈ છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને નીતા અંબાણીએ સ્ટાર બનાવ્યા હતા. જોકે તેમની મહેનત રંગ લાવી છે. હવે વારો વિગ્નેશ પુથુરનો જેમના ઉપર નીતા અંબાણીની નજર છે.

આ પણ વાંચો: DC vs LSGનો આજે મહામુકાબલો, પંત આજે તેની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

નીતા અંબાણીની નજર રિક્ષાચાલકના દીકરા પર પડી
હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાને નીતા અંબાણીએ સ્ટાર બનાવ્યા છે. હવે નીતા અંબાણીની નજર વિગ્નેશ પુથુર પર છે. ફરી એકવાર મુંબઈ ઇન્ડિયન્સે સ્કાઉટ્સમાંથી રિક્ષા ચાલકના પુત્રની પસંદગી કરી છે. આ 24 વર્ષના છોકરાએ પોતાની પહેલી જ મેચમાં 3 વિકેટ લીધી અને 32 રન બનાવ્યા છે. આ પહેલા વિગ્નેશ કોઈ ડોમેસ્ટિક મેચ રમ્યો નથી. તમને જણાવી દઈએ કે વિગ્નેશે એલેપ્પી રિપલ્સ ટીમ માટે કેરળ ક્રિકેટ લીગ (KCL) માં ભાગ લીધો હતો.