June 30, 2024

ટીમ ઇન્ડિયાના આ ક્રિકેટર પર ફિદા હતી પૂનમ પાંડે

નવી દિલ્હીઃ ભારતીય મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન થયું છે. એક્ટ્રેસના મોતથી બધા સ્તબ્ધ થઈ ગયા છે. માત્ર 32 વર્ષની ઉંમરમાં તેનું મોત થયું છે. ઈન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરાઈ છે, જેમાં લખવામાં આવ્યું છે કે અભિનેત્રીનું નિધન થઈ ગયું છે. તેમની દુનિયામાંથી વિદાય થઈ ગઈ હોય તેવું તેમના ફેન્સમાં માનવામાં આવી રહ્યું નથી. પૂનમ પાંડેને એક વખત સવાલ કરવામાં આવ્યો કે ધોની અને વિરાટ કોહલી વચ્ચે શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે. ત્યારે તેમણે જવાબમાં શુ કહ્યું આવો જાણીએ.

પૂનમ માટે શ્રેષ્ઠ કેપ્ટન કોણ હતો?
એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અભિનેત્રી પૂનમ પાંડેને પૂછવામાં આવ્યું કે વિરાટ કોહલી અને એમએસ ધોની બન્ને માંથી સૌથી વધારે શ્રેષ્ઠ કેપ્ટન કોણ છે. તો તેણે કહ્યું કે ‘આ વિશે વાત કરવી પણ કેવી રીતે શક્ય છે? વધુમાં કહ્યું કે તમે બે સુપરહીરોની વાત કરો છો, હું કહીશ ઓહ મને ધોની ગમે છે, ઓહ મને વિરાટ ગમે છે, તો તે અશક્ય છે કે બન્નેમાંથી કોઈ એકની પસંદગી હું કરી શકું.

ઈન્સ્ટાગ્રામ પર પૂનમ પાંડેની લેટેસ્ટ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આજની ​​સવાર આપણા બધા માટે મુશ્કેલ છે. ખૂબ જ દુઃખ સાથે અમે તમને જાણ કરીએ છીએ કે અમારી પ્રિય પૂનમ હવે આપણી વચ્ચે નથી. સર્વાઇકલ કેન્સરને કારણે આપણે તેને ગુમાવી દીધી છે. તમને જણાવી દઈએ કે મૃત્યુના 3 દિવસ પહેલા તેણે પોતાના પેજ પર ગોવામાં એક પાર્ટીનો વીડિયો પણ શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

આ પણ વાચો: પૂનમ પાંડેનું નિધન, 32 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

યુઝર્સ તેને ફેક ગણાવી રહ્યા છે
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ તેના નિધનની પોસ્ટ કરવામાં આવી હતી તેને યુઝર્સ તેને ફેક ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, આ શું મજાક છે, કૃપા કરીને આવું ના બોલો. અન્ય એક યુઝરે લખ્યું કે આવું ન થઈ શકે.આ પોસ્ટ પર કોઈ માનવા તૈયાર નથી. દરેક તેને નકલી કહી રહ્યા છે. જો કે, અભિનેત્રીનું ખરેખર નિધન થયું છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે પૂનમ પાંડે અવારનવાર સમાચારોમાં રહે છે. જેની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે.

આ પણ વાચો: IND vs ENG: ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો,આજે ઈંગ્લેન્ડની ટીમને હંફાવશે