હોળી અને ઉનાળાના વેકેશનને લઈ પશ્ચિમ રેલવે દોડાવશે વિશેષ ટ્રેન

Indian Railway : હોળીના તહેવાર અને ઉનાળાના વેકેશનને લઈ પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોની ડિમાન્ડને લઈ પશ્ચિમ રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવાની જાહેરાત કરાઈ છે. રોજની ટ્રેનો ઉપરાંત વધારાની 50 હોલીડે ટ્રેનો દોડાવવામાં આવશે. સૌથી વધારે મુંબઈ સેન્ટરથી હોલીડે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવામાં આવશે.
મળતી માહિતી અનુસાર ઉધના સ્ટેશનથી 96 ટ્રિપનું નોટિફિકેશન પહેલાથી જ થઈ ગયું છે. આ હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં ભારતના વિવિધ રાજ્યોમાં મુસાફરો જઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. મુસાફરોની રિક્વાયરમેન્ટને ધ્યાને લઈ સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર રેલ્વે દ્વારા સ્ટાફ વધારવામાં આવ્યો છે. આરપીએફ, જીઆરપીએફ, ટિકિટ ચેકર ,બુકિંગ સ્ટાફ ,ટિકિટ વિન્ડો તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરાઈ છે. તેમજ મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે. હોલ્ડિંગ એરિયાની અંદર મુસાફરોને લાઈટ, પંખા, અને પાણી મળી રહે તે પ્રકારની પશ્ચિમ રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: IND vs NZ Final LIVE: ન્યુઝીલેન્ડની બેટિંગ શરૂ, રચિન રવિન્દ્ર અને વિલ યંગની દમદાર બેટિંગ