June 27, 2024

વેસ્ટ ઈન્ડિઝની ટીમનું ધમાકેદાર પ્રદર્શન, તોડ્યો 10 વર્ષ જૂનો રેકોર્ડ

West Indies vs Afghanistan: વેસ્ટ ઈન્ડિઝની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં ફઘાન ટીમને 104 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરી હતી. 218 રન બનાવ્યા હતા. જેના જવાબમાં અફઘાન ટીમ 114 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

શાનદાર પ્રદર્શન કર્યું
વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમ પહેલાથી જ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં વેસ્ટ ઈન્ડિઝે અફઘાન ટીમને 104 રનથી હરાવ્યું છે. આ મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના 2 ખેલાડીઓનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. પૂરન અને જોન્સન ચાર્લ્સેનું સારા પ્રદર્શનને કારણે જ ટીમને જીત મળી હોય તેવું કહી શકાય.જોકે બંને ટીમના ખેલાડીઓમાં બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન અત્યાર સુધીમાં રહ્યું છે.

આ પણ વાંચો: T20 World Cup 2024ની સુપર-8ની ટીમ નક્કી, ભારતની આ 3 ટીમ સાથે મેચ

આ ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન
જોન્સન ચાર્લ્સ અને નિકોલસ પુરને મેચમાં શાનદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ બંને ખેલાડીઓએ પાવરપ્લેમાં 92 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર છે. આ પહેલા પાવરપ્લેમાં આટલો મોટો સ્કોર કોઈ કરી શક્યું ન હતું. T20 વર્લ્ડ કપ 2014માં નેધરલેન્ડે આયર્લેન્ડ સામે પાવરપ્લેમાં 91 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપમાં પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોરની વાત કરવામાં આવે તો 92/1 – વેસ્ટ ઈન્ડિઝ વિ અફઘાનિસ્તાન (2024), 91/1 – નેધરલેન્ડ વિ આયર્લેન્ડ (2014), 89/3 – ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા (2016), 83/0 – દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ (2016) બનાવ્યા છે.