News 360
Breaking News

દિલ્હીમાં આ દિવસે પડશે ભારે વરસાદ, જાણો ગુજરાતનું હવામાન કેવું રહેશે

Weather Updates: દિલ્હીમાં હાલ સવાર-સાંજ ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડી ફરી વાર પડી શકે છે. દિલ્હીમાં 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવો જાણીએ કે ગુજરાતનું હવામાન કેવું રહેશે.

કેવું રહેશે દિલ્હીનું હવામાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજના દિવસે તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. બીજી બાજૂ દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ફરી વધારો થયો છે.

આ પણ વાંચો:ગોળની ચા બનાવતી વખતે દૂધ ફાટી જાય છે? આ રીત કરો ટ્રાય નહીં ફાટે

ગુજરાતમાં આવું રહેશે હવામાન
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે થોડા જ દિવસમાં માવઠું રાજ્યમાં પડી શકે છે. અંદાજે તારીખ 2 અને 3 ફેબ્રુઆરીના માવઠું પડવાની સંભાવના છે. જોકે સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે. આગામી સમયમાં તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં.