આ રાજ્યમાં વરસાદની આગાહી, ગુજરાતમાં આ તારીખે પડી શકે છે માવઠું
Weather Update: દિલ્હી-એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં આજે વરસાદની સંભાવનાઓ છે. હવામાનમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવો જાણીએ હવામાન વિભાગે શું કરી છે આગાહી અને કેવું રહેશે ગુજરાતનું હવામાન.
દિલ્હી-NCR સહિત આ રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજથી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદ પડી શકે છે. સ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી બે દિવસ સુધી એક્ટિવ રહેશે.
આ પણ વાંચો: એલન મસ્કનો USAID પર મોટો આરોપ, KanekoaTheGreat દ્વારા X ACCOUNT પર કરાયેલ પોસ્ટ પર કહી આ વાત
ગુજરાતમાં કરી આ આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 3,4 અને 5 ફેબ્રિુઆરીએ માવઠુ પડવાની સંભાવનાઓ છે. શિયાળુ પાક જીરાને તેની અસર થઈ શકે છે. જેના કારણે પાકમાં બીજા રોગ પણ આવી શકે છે. પંચમહાલ, વડોદરા આણંદ, દાહોદ, વડોદરા,ખંભાત, ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.